અમદાવાદ: કોરોના વાયરસ (coronavirus) કાળમાં લોકડાઉન (lockdown) બાદ અનલોક (Unlock) થયા પછી અનેક લોકોના વેપાર ધંધા ઉપર અસર પડી છે. ત્યારે પોતાના ધંધા સાવ પડી ભાંગતા કેટલાક લોકો ગુનાખોરીના રસ્તે ચડતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો છે. જ્યાં અત્તરનો ધંધો (Perfume business) પડી ભાગતા વેપારીઓએ પોતાની ગેંગ (merchants own gangs) બનાવી અને રીક્ષામાં પેસેન્જર (Passenger in rickshaw) તરીકે બેસાડી લોકોને લૂંટવાનું (loots) શરૂ કરી દીધું. આરોપીઓ રીક્ષામાં મુસાફરો સ્વાંગમાં લૂંટ કરતા હતા. આ લૂંટારું ગેંગએ ગીતા મંદિર પાસે એક શિક્ષકને છરીની અણીએ લૂંટી લીધા હતા. પોલીસે (police) બાતમી આધારે અત્તર ગેંગનો પર્દાફાશ કરી ચાર આરોપીની ધરપકડ કરી લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તસ્વીરમાં દેખાતી આ લૂંટારુ ગેંગને અત્તર ગેંગના નામે ઓળખાય છે. આ ટોળકીના સભ્યો અત્તરનો વેપાર કરતા હતા પરંતુ અત્તરનો વેપાર પડી ભાગતા લૂંટના રવાડે ચઢી ગયા અને પછી ટોળકી દ્વારા રીક્ષા ભાડે લઈ ગીતા મંદિર બસ સ્ટેશન પર મુસાફરોને ટાર્ગેટ કરી લૂંટી લેતા હતા.
આવી જ રીતે એક અઠવાડિયા પહેલા મોરબીના વાંકાનેરથી અમદાવાદ આવેલા શિક્ષકને રીક્ષામાં મુસાફર તરીકે બેસાડીને અવવારું જગ્યાએ લઈ જઈ છરીને અણીએ લૂંટ ચલાવાઈ હતી. જેમાં કાગડાપીઠ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચોઃ-
ઝડપાયેલ આરોપી જાવેદહુસેન મોમીન, ઈરફાન મોમીન,શાહબાનઅલી શેખ અને એઝાદ હુસેન શેખની મોડ્સઓપરેન્ડી વાત કરીએ તો એઝાદ શેખ નામનો આરોપી રીક્ષા ડ્રાઇવર બની ને ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે બહારગામથી આવતા મુસાફરને ટાર્ગેટ કરી ઓછા ભાડા માં રીક્ષામાં બેસાડી લઈ જાય.
આ પણ વાંચોઃ-
ત્યાર બાદ થોડા આગળ લૂંટ ટોળકી દ્વારા અન્ય આરોપી રીક્ષામાં બેસીને મુસાફરો અવાવરું જગ્યા લઈ જઈ મુસાફર પાસે રહેલ સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ જતા હતા. મુસાફરો લૂંટ કરવાનું પ્લાન મુખ્ય આરોપી જાવેદહુસેન મોમીન બનાવતો હતો. જે અગાઉ પણ પેસેન્જર લૂંટ કરતો પકડાઈ ચુક્યો છે.
શહેરના ગીતામંદિર બસ સ્ટેન્ડ પર હજારો મુસાફરોની અવર જવર થતી હોવાના કારણે લૂંટારું ગેંગ દ્વારા મુસાફરો ટાર્ગેટ કરી ગુનાને અજામ આપતી હોય છે.આ મોડ્સઓપરેન્ડીથી પુર્વ વિસ્તારમાં એક મહિનામાં ચારથી વધુ અલગ અલગ ગુના બન્યા છે.ત્યારે મુસાફરોના સ્વાંગમાં ફરતી ટોળકી ફરી સક્રિય થઈ છે. હાલ પકડાયેલ આરોપી પૂછપરછ માં અનેક ગુના ભેદ ઉકેલાઈ શકે છે.