ગુજરાતમાં છ પેટાચૂંટણી બેઠક પર મતદાન પૂર્ણ, સૌથી વધુ થરાદમાં 70 ટકા મતદાન

News18 Gujarati
Updated: October 21, 2019, 11:20 PM IST
ગુજરાતમાં છ પેટાચૂંટણી બેઠક પર મતદાન પૂર્ણ, સૌથી વધુ થરાદમાં 70 ટકા મતદાન
છ બેઠકના 14,76,715 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 1781 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે.

છ બેઠકના 14,76,715 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 1781 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અને લુણાવાડા એમ છ બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, સાંજે 6 વાગ્યા સુધી મતદારોએ પોતાનો વોટ આપ્યો. રાજ્યની તમામ 6 પેટાચૂંટણી બેઠક પર શાંતીપૂર્ણ મતદાન પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ મતદાન થરાદ અને સૌથી ઓછુ મતદાન અમરાઈવાડીમાં નોંધાયું છે.

સાંજે 6 કલાકે મતદાન પૂર્ણ થયા બાદના મતદાનના લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો, સૌથી વધુ મતદાન થરાદ બેઠક પર નોંધાયું છે. જેમાં થરાદમાં 70 ટકા, રાધનપુરમાં 65 ટકા, બાયડ 65 ટકા, લુણાવાડા 52 ટકા, ખેરાલુ 44 ટકા, જ્યારે સૌથી ઓછુ મતદાન અમરાઈવાડીમાં 35 ટકા મતદાન નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે, મતદાન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાતની ખાલી પડેલી છ વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાયું છે. આજે સવારે 8 કલાકથી મતદાન શરૂ થઇ ગયું હતું. 6 વિધાનસભા મત વિભાગ 20-ખેરાલુ ( મહેસાણા જિલ્લો ), 8-થરાદ (બનાસકાંઠા જિલ્લો ), 50 અમરાઇવાડી ( અમદાવાદ જિલ્લો ), 122 લુણાવાડા ( મહિસાગર જિલ્લો ), 16 રાધનપુર ( પાટણ) અને 32 બાયડ (અરવલ્લી જિલ્લો)ની પેટા ચૂંટણી યોજાઇ છે.

બાયડ અને રાધનપુર પર સૌની નજર

આ પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ બેઠક પર કુલ 10 ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે. અહીં ગત વખતના કોંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં 7 ઉમેદવારો મેદાનમાં છે.આ પણ વાંચો : ગૃહમંત્રીની સુચનાથી પોલીસ ભાજપને જીતાડવા દારૂની ખેપ મારે છે : ચાવડાઅલ્પેશ ઠાકોર પોતાનાં મતવિસ્તારમાં નહીં કરી શકે મતદાન

રાધનપુર (Radhanpur) બેઠકના ભાજપ અને કૉંગ્રેસના બન્ને ઉમેદવાર આયાતી હોવાથી બન્ને ઉમેદવાર પોતાની જ વિધાનસભા બેઠક પર પોતાનો મત જ નહી આપી શકે. બન્ને ઉમેદવારનું નામ રાધનપુર વિધાનસભા બેઠકની ચૂંટણી પંચની યાદીમાં નથી. રાધનપુર બેઠક પરથી ભાજપમાંથી અલ્પેશ ઠાકોર ( ઝાલા) અને કૉંગ્રેસમાંથી રઘુ દેસાઇ વચ્ચે સીધો જંગ ચાલી રહ્યો છે. જેમાં બન્ને ઉમેદવારો અમદાવાદનાં રહેવાસી છે અને રાધનપુર બેઠક પર ચૂંટણી માટે ઝંપલાવ્યુ છે. આથી રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઇ લોકો પાસે પોતાના માટે મત તો માગ્યો છે, પરંતુ ખુદ પોતે પોતાનો મત અહી નહી આપી શકે કારણ કે બન્ને ઉમેદવારો રાધનપુરની જનતા માટે આયાતી છે. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર વિરમગામ વિધાનસભા બેઠકના એડલા ગામના મતદાર છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇ અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના મતદાર છે.

કૉંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધરમળી વાટા ગામે મતદાન કર્યું છે. તેમણે આજે સવારે ભગવાનની પૂજા અર્ચના કરીને મતદાન કર્યું છે. તેમણે મતદાન કર્યા બાદ કહ્યું કે, આજે મતદારો નક્કી કરશે કે બાયડનું ભવિષ્ય કઇ પાર્ટીને સોંપવું તે આજે નક્કી કરશે. મને વિશ્વાસ છે કે મતદારો વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે. મને ઘણાં બધા મતોથી જીતવાની આશા છે. મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બાયડની બેઠક ખાલી પડી હતી.
First published: October 21, 2019, 7:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading