રાજ્યમાં આત્મનિર્ભર ફોર્મ લેવા લાગી લાઇનો, ક્યાંક શાંતિપૂર્ણ વિતરણ તો ક્યાક લોકોમાં રોષ

News18 Gujarati
Updated: May 21, 2020, 12:42 PM IST
રાજ્યમાં આત્મનિર્ભર ફોર્મ લેવા લાગી લાઇનો, ક્યાંક શાંતિપૂર્ણ વિતરણ તો ક્યાક લોકોમાં રોષ
આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને પરત આપવાના રહેશે.

આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને પરત આપવાના રહેશે.

  • Share this:
અમદાવાદ : લૉકડાઉનમાં ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે. જેના ફોર્મ આજથી રાજ્યમાં 9 હજાર સ્થળો પર આપવામાં આવશે. આજ સવારથી જ આ ફોર્મ લેવા માટે સહકારી બેંકોમાં લોકો લાઇન લગાવી છે. ત્યારે કેટલીક જગ્યાએ લોકો શાંતિથી આ ફોર્મ લઇ રહ્યાં છે ત્યારે કેટલીક જગ્યા પર લોકો આક્ષેપ લગાવી રહ્યાં છે કે, તેમને બેંકવાળા કોઇ જવાબ કે આ અંગેની કોઇ સૂચના આપી નથી રહ્યાં.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જોવા મળ્યું

મુખ્યમંત્રીએ રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાઈવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લૉકડાઉનની સ્થિતિમાંથી ફરીથી બેઠા કરવા જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આજથી મળવાનાં છે. ત્યારે ગાંધીનગરમાં એક સહકારી બેંકમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે કુંડાળા કરવામાં આવ્યાં છે. અહીં લોકો શાંતિથી લૉકડાઉનનાં નિયમોનું પાલન કરીને ફોર્મ લઇ રહ્યાં છે.

લોકોમાં રોષ પણ જોવા મળ્યો

જ્યારે બીજી બાજુ અમદાવાદમાં પણ લોકોએ સવારથી જ ફોર્મ લેવા માટે લાઇનો લગાવી છે. અહીં પણ લોકો ચહેર પર માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ફોર્મ લેવા માટે ઉભા છે. પરંતુ લોકોને બેંક પાસેથી કોઇ વ્યવસ્થિ જવાબ ન મળવાનાં આક્ષેપો કરી રહ્યાં છે. ફોર્મ માટે કોઇ સલાહ કે સૂચના ન અપાતા લોકો હેરાન થતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યાં છે.

આ પણ વાંચો - આજથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મનું વિતરણ શરૂ, લોન લેવા માટે આટલું કરો

ક્યાં ક્યાંથી મળશે ફોર્મ

આ યોજના હેઠળની લોન ત્રણ વર્ષ માટે છે, જેમા પહેલા 6 મહિનાનો સમય મોરેટિયમ પિરિયડ ગણાશે. આ યોજનાના ફોર્મ લેવાની તારીખ 31મી ઓગસ્ટ સુધી નાના ધંધાદારીઓ તેમજ વેપારીઓ સહકારી બેન્કો, ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઓને અરજી કરીને લઇ શકે. આ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, આવા અરજી ફોર્મ રાજ્યભરમાં 1000 જેટલી જિલ્લા સહકારી બેન્ક શાખાઓ, 1400 અર્બન કો-ઓપરેટિવ બેંક્સ અને 7 હજારથી વધુ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઝ મળી નવ હજાર જેટલા સ્થળોએથી મેળવી શકાશે. આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને 31 ઓગષ્ટ સુધીમાં પરત આપવાના રહેશે. અન્ય કોઇ ફી કે ચાર્જ આ હેતુસર લેવામાં આવશે નહીં.

આ પણ જુઓ - 
First published: May 21, 2020, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading