સોનાની ચમકે બગાડી લગ્નસરાની સિઝન, કેવી રીતે કરશો સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન?

News18 Gujarati
Updated: October 18, 2019, 1:21 PM IST
સોનાની ચમકે બગાડી લગ્નસરાની સિઝન, કેવી રીતે કરશો સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન?
દીકરીના લગ્ન માટે પરિવાર કરશે દેવુ. આ વ્યથા સથવારા પરિવારની નહીં પરંતુ સમગ્ર ગુજરાતના પરિવારોની છે.

દીકરીના લગ્ન માટે પરિવાર કરશે દેવુ. આ વ્યથા સથવારા પરિવારની નહીં પરંતુ સમગ્ર ગુજરાતના પરિવારોની છે.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ: મંદીને અસર હેઠળ આખુંય ગુજરાત ઝઝુમી રહ્યું છે. વેપારી કારીગરો છુટક મજૂરો તમામ લોકો મંદીના ભરડામાં કસાયા છે. સમજવા જેવી વાત એ છે કે સોની બજારમાં સોનાના ઉછળતા ભાવની અસર માત્ર વેપારીઓ કે કારીગર પર નથી. એ તમામ પરિવારો પર છે. જેમનાં દીકરા દીકરાના લગ્ન આગામી દિવસોમાં લીધા હોય. આવો જ એક પરિવાર અમદાવાદના ઈસનપૂર વિસ્તારમાં રહે છે. સથવારા પરિવારમાં દીકરી ઝલકના લગ્ન 6 મહિના પહેલાં જોવડાવ્યા હતા. જે બાદ પિતા હર્ષદભાઈ અને માતા જયશ્રીબેને લગ્નની તમામ તૈયારીઓ શરુ કરી દીધી. સથવારા સમાજના રિતીરિવાજ મુજબ દીકરીને અપાતું કરિયાવર અને સોના માટે પરિવાર તૈયારીઓ કરી હતી. 6 મહિના પહેલાં આ પરિવારે વિચાર્યુ હતું કે જ્યારે પુષ્યનક્ષત્ર આવશે ત્યારે સોનું ખરીદી લઈશું. પરંતુ 39 હજારના ભાવે પહોંચેલાં સોનાએ રંગમાં ભંગ પાડ્યો છે.

દીકરીના લગ્ન માટે પરિવાર કરશે દેવુ
જે દરેક સપના પૂરા થાય તે માટે દિવસ રાત અમદાવાદના સથવારા પરિવાર તૈયારીઓમાં લાગી ગયો છે. દીકરીના લગ્નમાં કોઈ કમી ના રહી જાય તે માટે અમદાવાદમાં ઈસનપૂરમાં રહેતાં સથવારા પરિવારે જ્યારથી લગ્ન જોવડાવ્યા ત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી. સમાજના રીતિ રિવાજ મુજબ દીકરીને અપાતું કરિયાવર પણ લઈ લીધું. પરંતુ છેલ્લાં 6 મહિનામાં સોનાનો ભાવ એવો તો વધ્યો કે આ પરિવાર દ્રિધામા મુકાઈ ગયું. સોનાના વધેલાં ભાવને કારણે પરિવારના મોભી હર્ષદ સથવારાએ તો દીકરી માટે દેવું કરી લેવાનું વિચારી લીધું છે. ન્યૂઝ18 સાથે વાતચીતમા હર્ષદભાઈએ જણાવ્યું કે 2 તોલા સોનું માટે 1 લાખ જેટલાં રુપિયા તેમને બહારથી ઉછીના લેવા પડશે.ઝલકે કહી સોનું ખરીદવા માટે "ના"
મા બાપનું ઘર છોડીને ઝલક જ્યારે પોતાના સાસરે જાય ત્યારે તેની પાસે કોઈ વસ્તુની કમી ના હોવી જોઈએ. તેની પસંદની દરેક વસ્તુ આવે તે માટે માતા જયશ્રીબેને ખૂબ જ તૈયારીઓ કરી છે. પરંતુ સમાજના રીતિ રિવાજ મુજબ દીકરીને અપાતું સોનું લેતાં હજુ હાથ ખચકાય છે. કારણ કે સોનાનો ભાવ એવો તો વધ્યો છે કે સોનું લેતાંય વિચાર કરવો પડે તેવી પરિસ્થિતી છે. બીજી તરફ સોના ઉંચકાયેલાં ભાવને કારણે ઝલકે માતા પિતાના દ્રાક્ષ ખાટી હોવાની વાત સમજાવી છે. ઝલકે માતા પિતાને કહ્યું છે કે તે ઈમિટેશન જવેલરીથી ચલાવી લેશે. જ્યાારે જયશ્રીબેન રાહ જુએ છે કે સોનાનો ભાવ ઘટે તેવું તરત જ ખરીદી કરી લે.

પુષ્યનક્ષત્ર કેવું રહેશે
ઝલકના લગ્ન 17 જાન્યુઆરીએ હોવાથી ઝલકે માતાપિતાએ નક્કી કર્યુ હતું કે દિવાળીમાં પુષ્યનક્ષત્રમાં સોનાની જવેલરી લેશે, અને દિવાળી સેલમાં કરિયાવરની સાડીઓ ખરીદી લેશે. પરંતુ મોંઘવારીના મારને કારણે પરિવારનું લગ્નનું બજેટ એવું તો ખોરવાયું છે કે હવે શું કરવું તે માટે પરિવાર ચિંતામાં છે. ત્યારે આ વ્યથા સથવારા પરિવારની નહીં પરંતુ સમગ્ર ગુજરાતના પરિવારોની છે.

First published: October 14, 2019
વધુ વાંચો
अगली ख़बर