સરકાર નિવૃત સરકારી કર્મીના મૂક-બધીર બાળકને આપશે આજીવન પેન્શન

News18 Gujarati
Updated: December 22, 2018, 8:02 PM IST
સરકાર નિવૃત સરકારી કર્મીના મૂક-બધીર બાળકને આપશે આજીવન પેન્શન
પ્રતિકાત્મક તસવીર

જન્મથી જ મૂક-બધિર હોય તેવા સંતાનોને પણ આજીવન કુટુંબ પેશનનો લાભ આપવામાં આવશે

  • Share this:
સરકારી નોકરી કરતા કર્મચારીઓ માટે સારા સમચાર મળી રહ્યા છે. સરકારે નિવૃત કર્મચારીઓના મૂક બધીર સંતાનને આજીવન પેન્શન આપવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અવસાન પામેલા નિવૃત્ત સરકારી કર્મચારીના શારીરિક તેમજ માનસિક - અંધ સંતાનને આજીવન કુટુંબ પેન્શનનો લાભ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલા જન્મથી જ મૂક-બધિર સંતાનોનો સમાવેશ કરવામાં આવેલો ન હતો.

હવે અવસાન પામેલા નિવૃત્ત સરકારી કર્મચારીના જન્મથી જ મૂક-બધિર સંતાનો હોય જે આર્થિક ઉપાર્જન કરવા અશક્ત છે, તેવા સંતાનોને પણ આજીવન કુટુંબ પેશનનો લાભ આપવા અંગેની બાબત સરકારે મંજૂર કરી દીધી છે.

સરકારે કરેલા ઠરાવ અનુસાર, અવસાન પામેલા નિવૃત્ત સરકારી કર્મચારીના જન્મથી જ મૂક-બધિર સંતાનો કે, જે આર્થિક ઉપાર્જન કરવા માટે અશકિતમાન છે. તેમને નાણા વિભાગના ઉક્ત વંચાણે લીધેલા ઠરાવોની જોગવાઈઓ મુજબ આજીવન કુટુંબ પેશન મળવાપાત્ર થશે.
First published: December 22, 2018, 8:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading