અમદાવાદ : કોરોનાની બીજી લહેર હવે લગભગ ખતમ થઈ ચૂકી છે પરંતુ હવે તેની સાથે સાથે રાજ્ય સરકારે ત્રીજી લહેરની તૈયારીઓ આરંભી દીધી છે. થોડા દિવસો પહેલા સરકાર દ્વારા પીડિયાટ્રિક કોવિડ પ્રોટોકોલ પ્રિપેરીંગ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં સાત નિષ્ણાત તબીબોનો સમાવેશ કરાયો હતો. આ કમિટીએ તેઓએ તૈયાર કરેલ ડ્રાફ્ટ રિપોર્ટ સરકારના આરોગ્ય વિભાગને સોંપી દીધો છે. અને હવે આ ડ્રાફ્ટમાં કરાયેલા સુચનોના આધારે તેનું અમલીકરણ હાથ ધરાશે.
કોરોનાના કેસમાં હાલ ઘટાડો થતા સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી રહી છે. જોકે ત્રીજી લહેરને લઈને સરકાર સતર્ક બની છે. આ ત્રીજી લહેરમાં બાળકો સંક્રમણ થવાની સંભાવનાઓ જોવાઇ રહી છે. જેના ભાગરૂપે જ થોડા દિવસ પહેલા પીડિયાટ્રિક કોવિડ પ્રોટોકોલ પ્રિપ્રેરિંગ કમિટી સરકાર દ્વારા રચવામાં આવી હતી. આ કમિટીમાં કરમસદ PSMCના HOD ડો. સોમશેખર નિમબાલકર, વડોદરાના SSGના HOD ડો. શીલા ઐયર, GCS મેડિકલ કોલેજ અમદાવાદના HOD ડો. બળદેવ પ્રજાપતિ, જામનગરના MPSMC ડો. નમ્રતા મકવાણા, રાજકોટ PDUMC ના ડો. ચેતન ભલગામા, સોલા GMERSના ડો. નેહલ પટેલ, રાજકોટના PDUMCના પ્રો. HOD ડો. પંકજ બુચનો સમાવેશ થાય છે.
આ સમિતિ ના સભ્ય ડૉ.બલદેવ પ્રજાપતિએ જણાવ્યું છે કે બાળકો વધુ સંક્રમિત થાય તો તેમાં કેવા પગલાં લેવા જેથી બાળકોને બચાવી શકાય તેને લઈ કમિટી સરકારે બનાવી છે. આ કમિટી દ્વારા તૈયાર કરાયેલ ડ્રાફ્ટ આરોગ્ય વિભાગને સોંપવામાં આવ્યો છે. જેમાં બાળકોમાં કોરોના થવાની શક્યતાઓ, કોરોનાની જુદી જુદી તીવ્રતા, સારવાર માટેની વ્યવસ્થાઓ અને સારવાર માટેનો પ્રોટોકોલ કમિટી નક્કી કર્યા છે.
રાજ્ય ભરની સરકારી હોસ્પિટલો, Phc સેન્ટર ઉપર બાળરોગ નિષ્ણાતથી લઇ બેડની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. જરૂર જણાશે તે પ્રમાણે વોર્ડ અને બેડ ઊભા કરવામાં આવશે જેથી બાળકોને કોરોનામાંથી બચાવી શકાય.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર