PDPUનો દિક્ષાંત સમારોહ : 'હું ગુજરાત આવવા નહોતો માંગતો, પણ મોદીજી સાથેની મુલાકાતથી વિચારસરણી બદલાઈ ગઈ'

PDPUનો દિક્ષાંત સમારોહ : 'હું ગુજરાત આવવા નહોતો માંગતો, પણ મોદીજી સાથેની મુલાકાતથી વિચારસરણી બદલાઈ ગઈ'
મોદી સાહબની ખાસ વાત શું છે તેના વિશે મેં મારા પુસ્તક 'ઓન ધ પોઇન્ટ'માં લખ્યું છે

પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહના દિને પૂર્વ વિદ્યાર્થી સુલતાન અલીમુદ્દીને તેમનું જીવન બદલી નાખનારી વાત જણાવી

 • Share this:
  'હું પહેલીવાર વર્ષ 2008માં ગુજરાત આવ્યો હતો. મેં પીડીપીયુમાં એડમિશન લીધું હતું. એ વખતે હું ગુજરાત આવવા નહોતો માંગતો. મારા મગજમાં એવું હતું કે ગુજરાત એટલે રમખાણો અને ભૂકંપ. મારા મિત્રોએ મને ગુજરાતથી દૂર રહેવાની સલાહ આપી હતી. પરંતુ મોદી સર સાથેની મુલાકાત બાદ મારી વિચારસરણી બદલાઈ ગઈ' આ શબ્દો છે પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી સુલતાન અલીમુદ્દીનના. સુલતાન અલીમુદ્દીને આજે ટ્વીટર પર યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહ નિમીતે એક રસપ્રદ કહાણી રજૂ કરી છે.

  હકિકતમાં આજે અમદાવાદ સ્થિતિ પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો 8મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, યુનિવર્સિટીના પ્રમુખ મુકેશ અંબાણી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. આ પ્રસંગે એક પૂર્વ વિદ્યાર્થી સુલતાન અલીમુદ્દીને એક રસપ્રદ સત્યકથા પ્રસ્તુ કરી હતી. સુલતાન લેખક અને ઉર્જા ક્ષેત્રે કામ કરતા પેટ્રોલિયમ એંજિનિયર છે.  તેમણે લખ્યું કે 'આજે મારી યુનિવર્સિટીનો દિક્ષાંત સમારોહ છે. જ્યાં વડાપ્રધાન મોદી મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત થયા હતા. પીડીપીયુના શરૂઆત પૂર્વ વિદ્યાર્થી તરીકે મારા માનસમાં ગુજરાતમાં અભ્યાસ કર્યો એ સમયના દિવસોની યાદો તાજી થઈ. આ સાથે જ મોદી સર સાથેની મારી મુલાકાતો પણ તાજી થઈ. મેં તેમને પવિત્ર કુરાન ભેટમાં આપી હતી. આ મારી કહાણી છ'

  આ પણ વાંચો : PDPUનો દિક્ષાંત સમારોહ : મુકેશ અંબાણીએ કહ્યુ,'કોવિડમાંથી પણ ભારત શક્તિશાળી બની બહાર નીકળશે'

  મોદી સાહબે સાથે મારી પ્રથમ મુલાકાત અનાયાસે જ થઈ હતી. મેં તેમને ગુજરાત સરકારની કામગીરી અંગે કેટવલીક બાબતો ટ્વીટર પર જણાવી હતી. કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારબાદ મને સીએમઓ ગુજરાત દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું. આ મારી તેમની સાથેની પ્રથમ 6 મુલાકાતોમાની પહેલી મુલાકાત હતી. જેમાંની એક મુલાકાતમાં તો હું તેમની સાથે મહેસાણા પણ ગયો હતો.

  'હું પહેલીવાર વર્ષ 2008માં ગુજરાત આવ્યો હતો. મેં પીડીપીયુમાં એડમિશન લીધું હતું. એ વખતે હું ગુજરાત આવવા નહોતો માંગતો. મારા મગજમાં એવું હતું કે ગુજરાત એટલે રમખાણો અને ભૂકંપ. મારા મિત્રોએ મને ગુજરાતથી દૂર રહેવાની સલાહ આપી હતી. પરંતુ મોદી સર સાથેની મુલાકાત બાદ મારી વિચારસરણી બદલાઈ ગઈ'

  'માર્ચ 2010ના અખબારોમાં SITની તપાસના અહેવાલો વિશે ખૂબ સમાચારો પ્રસિદ્ધ થતા હતા. આ અહેવાલોએ મને નરેન્દ્ર મોદી સર સાથે વાત કરવા પ્રેર્યો. હું સત્ય જાણવા માંગતો હતો, મેં ટ્વીટર પર તેમનો સંપર્ક કર્યો. 1 એપ્રિલ 2010ના રોજ તેમણે મારા મેસેજનો જવાબ આપ્યો, જે મારા માટે ખરેખર આશ્ચર્યજનક બાબત હતી'

  'હું એ મુલાકાત ક્યારેય નહીં ભૂલી શકું, જ્યારે મોદી સરે મને કહ્યું હતું કે મેં મુસ્લિમો માટે કઈ નથી કર્યુ. પરંતુ એ બાબતની ખાસ નોંધ લેવી કે મેં હિંદુઓ માટે પણ કઈ નથી કર્યુ, શિખો માટે પણ કઈ નથી કર્યુ, જૈનો માટે પણ કઈ નથી કર્યુ. હું 5.5 કરોડ ગુજરાતીઓ પ્રત્યે કટીબદ્ધ છું અને હું જે કઈ પણ કરું છું એ એમના માટે કરું છું.'  નરેન્દ્ર મોદીના ગુજરાતમાં મને સહેજ પણ અસુરક્ષા ન અનુભવાઈ

  'નરેન્દ્ર મોદીના ગુજરાતમાં મને સહેજ પણ અસુરક્ષાનો અહેસાસ ન થયો. સહેજ પણ અસહજતા નહોતી. બધું જ સુમેળે હતું. લોકો સહયોગી હતા. શાંતિ અને એખલાસતા હતી જેનો અનુભવ વાતાવરણમાં થઈ શકતો હતો. સહેજ પણ અસહિષ્ણુતા કે ભેદભાવો નહોતા'

  'માર માર્ગમાં ધર્મના કારણે કોઈ અડચણ આવી નહોતી.કૉલેજના કાર્યક્રમો માટે સ્પોન્સરશીપ લેવામાં લોકો સાથે ચર્ચા કરવામાં ક્યારે કોઈ સમસ્યા નહોતી આવી. મારી એંજિનિયરીંગ લાઇફ યાદગાર બની ગઈ અને ત્યારબાદ આસમાન કોઈ મર્યાદા નહોતી'

  આ પણ વાંચો :  PDPUનો દિક્ષાંત સમારોહ : PM મોદીએ કહ્યું, 'ગુજરાતની વીજળી ક્ષેત્રની સિદ્ધી પરિવર્તનનું ક્ષેષ્ઠ ઉદાહરણ'

  'મારી મોદી સર સાથેની મુલાકાતમાં તેમનું પીડીપીયુ માટેનું વિઝન જોવા મળ્યું હતું. તેમનું વિઝન હતું કે પીડીપીયુ ભારતની ઉર્જા ક્ષેત્રની જીવાદોરી સમાન બને. તેમનું સ્વપ્ન ભારતને ક્રૂડ ઓઇલ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનું છે.'

  'તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ દરેક યુવાનને પોતાના દિલથી કામ કરતા જોવા માંગે છે.તેઓ કહેતા કે તમારા સ્વપ્નને ખુલ્લા દિલે જુઓ. ક્યારેય પડતું ન મૂકો, કોઈ પણ બાબત ખોટી હોય તો તેની સામે મક્કમતાથી લડો અને એ બાબત માટે પક્ષ લેતા ક્યારય ન ખચકાઓ'

  'હું એ વાત પણ ક્યારેય નહીં ભૂલું જ્યારે વર્ષ 2013માં મોદી સાહેબ મને કહ્યું હતું કે 'તારા માર્ગમાં આવતી અડચણોના કારણે ક્યારે પડતું નહીં મૂકતો. જો તમારે લાંબુ જવું હોય તો અડચણોને મિત્ર બનાવો. આજના વિશ્વમાં પ્રાપ્ત ન કરી શકાય તેવું કશું જ નથી.'

  પીએમ મોદી પર પુસ્તક લખ્યું

  'આજે હું મારા કરિયરમાં વિકસી રહેલો વ્યાવસાયિક છું. મેં ભારત અને વિદેશમાં કામ કર્યુ છે. વિશ્વમાં ભારતની છબીમાં મોટું પરિવર્તન જોવા મળે છે અને મને તેનો ગર્વ છે. મોદી સાહબની ખાસ વાત શું છે તેના વિશે મેં મારા પુસ્તક 'ઓન ધ પોઇન્ટ'માં લખ્યું છે
  Published by:Jay Mishra
  First published:November 21, 2020, 13:51 pm