બોડકદેવના ઇન્દ્રપ્રસ્થ-7 ટાવરમાં પીસીબીની રેડ, 9 જુગારી અને 24 લાખનો મુદ્દામાલ જપ્ત

News18 Gujarati
Updated: November 7, 2019, 10:31 PM IST
બોડકદેવના ઇન્દ્રપ્રસ્થ-7 ટાવરમાં પીસીબીની રેડ, 9 જુગારી અને 24 લાખનો મુદ્દામાલ જપ્ત
બોડકદેવના ઇન્દ્રપ્રસ્થ-7 ટાવરમાં પીસીબીની રેડ, 9 જુગારી અને 24 લાખનો મુદ્દામાલ જપ્ત

આરોપી અંકિતે 10 મહિનાથી મકાન ભાડે રાખ્યું હતું અને તે 25 હજાર રુપિયા ફ્લેટનું ભાડુ આપતો હતો

  • Share this:
રુત્વિજ સોની, અમદાવાદ : બોડકદેવના ઈન્દ્રપ્રસ્થ-7 ટાવરમાં પીસીબીએ રેડ કરતા જુગાર રમતાં 9 વ્યક્તિ ઝડપાયા છે. પોલીસે રોકડ, મોબાઈલ, કાર સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં E-બ્લોકમાં 403 નંબરના એક મકાનમાં કેટલાક લોકો જુગાર રમે છે. જેથી ટીમે દરોડો પાડી અંકિત પટેલ સહિત 9 વ્યક્તિને જુગાર રમતા ઝડપી લીધા હતા. ત્રણ કાર અને એક બુલેટ પણ પીસીબીએ જપ્ત કર્યું છે.

આ પણ વાંચો - અમદાવાદઃ ટ્રાફિક પોલીસે રૂ.70 લાખની નંબર પ્લેટ વગરની BMW કાર Detain કરી

પોલીસના જણાવ્યા મુજબ આરોપી અંકિતે 10 મહિનાથી મકાન ભાડે રાખ્યું હતું અને તે 25 હજાર રુપિયા ફ્લેટનું ભાડુ આપતો હતો. તે દિવસમાં બે દિવસ બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હતો. ઝડપાયેલા આરોપીઓ વેપારી અને નોકરિયાત છે. આરોપી અંકિતને દેવું થઈ ગયું હોવાથી જુગાર રમાડતો હતો.
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर