દારૂબંધીથી બિહારની સ્થિતિ સુધરી, ક્રાઇમ ઘટ્યો, દૂધનું વેચાણ વધ્યું

Haresh Suthar | News18 Gujarati
Updated: February 12, 2017, 11:34 AM IST
દારૂબંધીથી બિહારની સ્થિતિ સુધરી, ક્રાઇમ ઘટ્યો, દૂધનું વેચાણ વધ્યું
બિહારમાં દારૂબંધીના સારા પરિણામ જોવા મળી રહ્યા છે. નીતીશ સરકારના દાવાઓ પર નજર કરીએ તો બિહારમાં દારૂબંધી બાદ સ્થિતિમાં સુધાર આવ્યો છે. ક્રાઇમ રેટ ઘટ્યો છે અને દૂધનું વેચાણ વધ્યું છે. બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પણ સુધાર આવ્યો છે. ઉપરાંત દારૂ પીનારા લોકો પણ હવે દૂધ પીવા લાગ્યા છે.

  • Share this:
નવી દિલ્હી #બિહારમાં દારૂબંધીના સારા પરિણામ જોવા મળી રહ્યા છે. નીતીશ સરકારના દાવાઓ પર નજર કરીએ તો બિહારમાં દારૂબંધી બાદ સ્થિતિમાં સુધાર આવ્યો છે. ક્રાઇમ રેટ ઘટ્યો છે અને દૂધનું વેચાણ વધ્યું છે. બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પણ સુધાર આવ્યો છે. ઉપરાંત દારૂ પીનારા લોકો પણ હવે દૂધ પીવા લાગ્યા છે.

દારૂબંધીનો અમલ શરૂ થયા બાદ એક વર્ષમાં અપહરણના કિસ્સામાં 61.67 ટકા, હત્યામાં 28 ટકા, લૂંટમાં 23 ટકા અને બળાત્કારના કિસ્સામાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો કાર અને ટ્રેક્ટરના વેચાણમાં 30 ટકાનો ઉછાળો નોંધાયો છે.

દૂધની ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું

છેલ્લા એકવર્ષમાં જીડીપીમાં પણ સુધાર થયો છે. આ સુધારાઓ અંગે રાજ્ય સરકારે જાતે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી છે. દૂધ અને એની ચીજવસ્તુઓના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

દારૂબંધીના સારા પરિણામ શું મળ્યા?

દારૂબંધીને કારણે દૂધના વેચાણમાં પણ વધારો થયો છે સાથોસાથ અન્ય ચીજવસ્તુઓમાં પણ સુધાર થયો છે. દૂધના વેચાણમાં 11 ટકા, રેડિમેડ ગારમેન્ટ્સમાં 44 ટકા, ફર્નિચર 20 ટકા, સિલાઇ મશીન 19 ટકા, સ્પોર્ટ્સ ગુડ્સ 18 ટકા, કંઝ્યુમર ગુડ્સ 18 ટકા, કાર 30 ટકા, ટ્રેક્ટર 29 ટકા, દ્વિચક્રીય વાહનો 31.6 ટકામાં નોંધપાત્ર વધારો થયો છે.દર મહિને દારૂ પાછળ 1 હજાર ખર્ચ

બિહાર સરકારના સોગંધનામામાં કહેવાયું છે કે, દારૂબંધી પહેલા રાજ્યમાં દારૂ પીનાર વ્યક્તિઓ અંદાજે સરેરાશ મહિને 1000 રૂપિયા દારૂ પાછળ ખર્ચ કરતા હતા. એનો મતલબ કુલ 440 કરોડ રૂપિયા દારૂ પાછળ વપરાતા હતા. નીતીશ સરકારના વકીલ કેશવ મોહને કોર્ટને કહ્યું કે, દારૂબંધી બાદ સરકાર 5280 કરોડ રૂપિયા દર વર્ષે બચાવી રહી છે.
First published: February 12, 2017, 11:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading