Home /News /madhya-gujarat /

અમદાવાદમાં વધુ બેદરકારી : નેગેટિવ દર્દીને કોરોના પોઝિટિવ દર્દી સાથે એમ્બ્યુલન્સમાં લઇ જવાયો

અમદાવાદમાં વધુ બેદરકારી : નેગેટિવ દર્દીને કોરોના પોઝિટિવ દર્દી સાથે એમ્બ્યુલન્સમાં લઇ જવાયો

એમ્બ્યુલન્સમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે બેસાડીને બાપુનગરની તપન હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.

એમ્બ્યુલન્સમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે બેસાડીને બાપુનગરની તપન હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.

અમદાવાદ : શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે ત્યારે હૉસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. AMC સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં તબીબોની ઘોર બેદરકારી જોવા મળી છે. કોરોના નેગેટિવ રિપોર્ટ ધરાવતા દર્દીને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ગોમતીપુરમાં રહેતા 65 વર્ષીય જગદીશભાઈ દિવાકરને તાવ આવતાં તેમને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમનો કોરોના ટેસ્ટ કરવો પડશે તેવું જણાવીને તેમનો કોવિડ-19નો ટેસ્ટ કરાયો હતો. જે બાદ કોરોના શંકાસ્પદ હોવાને કારણે તેમને એમ્બ્યુલન્સમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે બેસાડીને બાપુનગરની તપન હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.

શારદાબેન હૉસ્પિટલની બેદરકારી

સગાના દર્દી પાસેથી મળતી માહિતી પ્રમાણે, હૉસ્પિટલમાં 4 દિવસ સારવાર લીધા પછી તેમનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહીને પોઝિટિવ દર્દીઓની સાથે જગદીશભાઈને તપન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપન હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, પોઝિટિવ દર્દીના લિસ્ટમાં તમારું નામ ન હોવાથી તમને દાખલ કરી શકાશે નહીં. તપન હૉસ્પિટલે સર્ચ કરતાં તેમનું નામ કોરોના નેગેટિવ રિપોર્ટની યાદીમાં હોવાનું જણાઈ આવ્યું હતું. આથી તેમને કહેવાયું કે, અમે તેમને અહીં ન રાખી શકીએ. તમે પરત શારદાબેન હૉસ્પિલટલમાં જાઓ.



જેથી તેઓ શારદાબેન હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અંગે શારદાબહેન હૉસ્પિટલના આરએમઓ ડૉ. સુનિલ શાહે કહ્યું કે, આ ઘટનામાં અન્ય કોઇની જવાબદારી હોઈ શકે છે. અત્યારે તો હું કશું કહી શકું નહીં. આમ શારદાબેન હોસ્પિટલમાં પહોંચતાં જ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાવાયું હતું. શારદાબેન હૉસ્પિટલમાં ફરીથી દાખલ થયા બાદ ત્રણ- ચાર કલાક સુધી તેમને કોઈ જ સારવાર મળી ન હતી.

આ પણ વાંચો - કોરોના વાયરસ ડેથ રેટમાં અમદાવાદ શહેર દિલ્હી અને મુંબઇથી પણ આગળ

તમારે કેસ બગાડવો છે કે ટ્રીટમેન્ટ કરાવવી છે?

આ કેસની હકીકતની જાણકારી થાય બાદ હૉસ્પિટલના તબીબો અને સ્ટાફે ભૂલ સ્વીકારી હતી. જે બાદ ડૉ. નિર્મલે, દર્દીના સગાંઓને કહ્યું કે, પોલીસ કમિશનર કે મ્યુનિસિપિલ કમિશનરને બોલાવો કોઈ ફરક નહીં પડે, તમારે કેસ બગાડવો છે કે ટ્રીટમેન્ટ કરાવવી છે ? એવી ધમકી આપી હતી. આ અંગેનો વીડિયો પણ દર્દીનાં પરિવારે બનાવ્યો છે જે હાલમાં ઘણો જ વાયરલ થયો છે. હૉસ્પિટલમાંથી જગદીશભાઈએ રજા લઈ લીધી છે અને હાલ તેઓ ઘેર ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે.

ગોમતીપુરના કાઉન્સિલરની  શિક્ષાત્મક કાર્યવાહીની માંગ

આ ગંભીર ઘટના પર ગોમતીપુરના કાઉન્સિલર ઇલકાબ શેખ કમિશનરને પત્ર લખી સમગ્ર ઘટનાની તપાસ કરવા અને જવાબદાર સામે કાર્યવાહી કરવા પત્ર લખશે . ઇકબાલ શેખે કહ્યું હતુ કે, અવાર નવાર એએમસી સંચાલિત હોસ્પિટલમા ઘટનાઓ બંને છે . જેના પગલે એએમસીને લાંછન લાગે છે તે યોગ્ય નથી . શારદાબહેન હોસ્પિટલના ડોક્ટર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરુ છું.

હોસ્પિટલ સાત્તાધીશો રહ્યાં મૌન

જ્યારે આ ઘટના પર હોસ્પિટલ સાત્તાધીશોનો સંપર્ક કર્યો ત્યારે તેઓ કશું બોલવાનું ટાળ્યું હતુ . અને એએમસી ઉચ્ચે અધિકીરીઓ પર આ અંગે બોલવાનું ટાળી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Corona patient, Coronavirus, COVID-19, અમદાવાદ, એએમસી`, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन