અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસને લઇને પાટીદાર અગ્રણીઓની બંધ બારણે બેઠક

News18 Gujarati
Updated: September 4, 2018, 12:47 PM IST
અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસને લઇને પાટીદાર અગ્રણીઓની બંધ બારણે બેઠક
ઉપવાસ ઉપર બેઠેલો હાર્દિક પટેલ

હાર્દિક પટેલના ઉપવાસના 11 દિવસે પાટીદાર સમાજના અગ્રણીઓમાં ચિંતા પ્રવર્તી રહી છે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ

ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તે માટે પાસ કન્વીનર હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. આજે મંગળવારે હાર્દિક પટેલના ઉપવાસનો 11મો દિવસ છે. વચ્ચે ત્રણ દિવસ જળત્યાગ બાદ સંતના હાથે પાણી પીને જળત્યાગને છોડ્યો હતો. જોકે, ઉપવાસના પગલે હાર્દિક પટેલની તબિયત વધારે બગડતી જતી દેખાઇ રહી છે. આજે ઉપવાસના 11માં દિવસે મેડકિલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસમાં હાર્દિક પટેલના વજનમાં ધરખમ ઘટાડો થયો છે. તો બીજી તરફ સરકાર તરફથી ઉર્જામંત્રી સૌરભ પટેલે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તો બીજી તરફ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે હાર્દિક પટેલના ઉપવાસના 11 દિવસે પાટીદાર સમાજના અગ્રણીઓમાં ચિંતા પ્રવર્તી રહી છે. જેના પગલે પાટીદાર અગ્રણીઓએ સોલા ઉમિયા કેમ્પસમાં બંધ બારણે બેઠક શરૂ કરી છે.

બંધ બારણે પાટીદાર અગ્રણીઓની બેઠક

મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલના ઉપવાસનો 11મો દિવસ છે. ત્યારે અમદાવાદમાં એસજી હાઇવે પાસે આવેલા સોલા ઉમિયા કેમ્પસ ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક શરૂ થઇ છે. બંધ બારણે આ થયેલી આ બેઠકમાં મીડિાયને દૂર રાખાયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. સોલા કેમ્પસ ખાતે સવારથી જ પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક શરૂ થઇ ગઇ છે. જોકે, આ બેઠકમાં શું ચર્ચા ચાલી રહી છે એ અંગે જાણવા મળ્યુ નથી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સમાજના મોભીઓએ સરકાર સાથે મધ્યસ્થી કરી હતી.

11 દિવસમાં હાર્દિક પટેલનું 20 કિલો વજન ઉતર્યુ છે

આજે સોલા સિવિલ હોસ્પિટલ તરફથી ડો. મનિષા પંચાલ અને તેમની ટીમ હાર્દિક પેટલનું ચેકપઅ કરવા પહોંચી હતી. જ્યાં ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ થઇ જવાની સલાહ આપી હતી. શું છે હાર્દિક પટેલનો લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ?- પલ્સ 88 બ્લ્ડ પ્રેશર 100/80 અને SPO2 નોર્મલ છે, હાલમાં તેમનું વજન 58.3 KG થઇ ગયુ છે જે પહેલાં કરતાં 20 કિલો ઘટ્યુ છે. 11 દિવસ પહેલાં હાર્દિક પટેલનું વજન 78 કિલો હતું જે હવે ઘટીને 58.3 કિલો થઇ ગયુ છે.શરીરમાં આટલા મોટા ફેરફાર થવાથી તેમનાં ઓર્ગન્સ પર અશર પડે છે. હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઇએ. કારણ કે જ્યારે પણ જમવાનું છોડી દેવામાં આવે તો સૌથી પહેલાં શરીરમાં સ્ટોર થયેલો ગ્લુકોઝ વપરાય છે, તે બાદ ફેટ વપરાય છે બાદમાં પ્રોટીન. ડોક્ટરનાં જણાવ્યાં પ્રમાણે, હવે જે પ્રમાણે હાર્દિકનું વજન ઘટી રહ્યું છે તે જોતા તેણે તુરંત જ હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઇએ.
First published: September 4, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading