હાર્દિક પટેલ 12મીએ કોંગ્રેસમાં જોડાશે, PAASની બેઠકમાં લેવાયો નિર્ણય

News18 Gujarati
Updated: March 8, 2019, 7:52 AM IST
હાર્દિક પટેલ 12મીએ કોંગ્રેસમાં જોડાશે, PAASની બેઠકમાં લેવાયો નિર્ણય
હાર્દિક પટેલની ફાઇલ તસવીર

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ

છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વાત અંતે સાચી પડી છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે. PAAS કોર કમિટીની રાજકોટના પડધરી ખાતે બેઠક મળી હતી, જેમાં આ અંગે નિર્ણય લેવાયો છે.

અલ્પેશ ઠાકોર કોંગ્રેસના બે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે તેવા સમાચાર વચ્ચે બીજા ન્યૂઝ મળી રહ્યા છે કે પાસ નેતા હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે. પડધરી ખાતે મળેલી પાસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી 12મી તારીખે ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસની CWCમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો ખેસ પહેરશે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. જો કે ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે જાહેરાત કરવામાં આવી નથી.

બીજી બાજુ હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઉંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.સાથે જ સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે હાર્દિક પટેલ જામનગરમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.
First published: March 7, 2019, 7:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading