Home /News /madhya-gujarat /

રાહુલજી તમારા નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીને ફરી બેઠી કરીશુંઃ હાર્દિક પટેલ

રાહુલજી તમારા નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીને ફરી બેઠી કરીશુંઃ હાર્દિક પટેલ

  લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ પાર્ટી જાણે કે ઊંડા શોકમાં ગરકાવ થઇ હોય તેવું લાગી રહ્યું છે, તો હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રાજીનામું આપી દેતા દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં નિરાશાની લાગણી દેખાઇ રહી છે, તો બીજી બાજુ ગુજરાતમાં અમદાવાદમાં રાહુલ ગાંધી રાજીનામું પાછું ખેંચે તે માટે રેલી યોજાઇ તો હાર્દિક પટેલે ટ્વીટ કરી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને ફરી બેઠી કરવાની વાત કરી.

  હાર્દિક પટેલે ટ્વીટ કરતાં જણાવ્યું કે રાહુલ ગાંધીજી તમારા નેતૃત્વમાં અમે પાર્ટીને પુનઃસ્થાપિત કરવાનું કાર્ય કરીશું. કાર્યકર્તા એક-એક ઘર જશે અને પોતાની ખામીઓ દૂર કરી કોંગ્રેસ પાર્ટી માટે દિવસ-રાત મહેનત કરીશું. આ કોંગ્રેસ આઝાદીની ત્રિમૂર્તિ મહાત્મા ગાંધી, પંડિત નેહરુ અને સરદાર સાહેબના વિચારોની પાર્ટી છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ બોલિવૂડની સ્લીમ અભિનેત્રીનો આ જીમ વીડિયો જોઇને નહીં હટે નજર

  અમદાવાદમાં રાહુલ ગાંધી રાજીનામાનો નિર્ણય બદલે તે માટે રેલી યોજાઇ હતી. રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા અને હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તો કેટલાક સ્થાનિક નેતાઓએ પણ ચિમકી ઉચ્ચારી કે જો રાહુલ ગાંધી અધ્યપદેથી રાજીનામું પાછું નહીં ખેંચે તો તેઓ પણ કોંગ્રેસ પાર્ટી છોડી રાજીનામું આપશે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Hardik Patel tweet, Lok sabha election 2019, Patidar leader, Resignation, કોંગ્રેસ, પીએમ મોદી, ભાજપ, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन