બેઇમાનીએ ભાજપને જીતાડ્યુંઃ હાર્દિક પટેલ ; અલ્પેશ કહ્યુ- ગરીબોની જીત

News18 Gujarati
Updated: May 23, 2019, 2:25 PM IST
બેઇમાનીએ ભાજપને જીતાડ્યુંઃ હાર્દિક પટેલ ; અલ્પેશ કહ્યુ- ગરીબોની જીત
હાર્દિક પટેલની ફાઇલ તસવીર

  • Share this:
લોકસભા 2019નું વલણ સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ પૂર્વ બહુમતી સાથે ફરી સરકાર બનાવશે તેવું સ્પષ્ટ થઇ ગયું છે. તો ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટ પર કબજો કર્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે ટ્વીટર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકે હિન્દીમાં લખ્યું કે જનતાએ ભાજપને નહીં પરંતુ બેઇમાનીએ ભાજપને જીતાડી છે.

હાર્દિકે હિન્દીમાં કર્યું ટ્વીટ

હાર્દિક પટેલે ટ્વીવટ કરતાં હિન્દીમાં લખ્યું કે કોંગ્રેસ તથા રાહુલ ગાંધીએ ઇમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત રાખી, અમે ઇમાન સાથે મેદાનમાં હતા, જનતાએ ભાજપને નહીં બેઇમાનીએ ભાજપને જીતાડી છે. તમે મને ગાળો આપી શકો છો. પરંતુ સત્ય બોલવું જરૂરી છે. દેશમાં જનતાના મોઢા પર ખુશી નથી. ભારત માતાની જય.

 વધુમાં હાર્દિક પટેલે લખ્યું કે બેરોજગારી હારી છે, શિક્ષા હારી છે. ખેડૂત હાર્યા ચે. મહિલાનું સમ્માન હાર્યું છે. સામાન્ય જનતા સાથે જોડાયેલા તમામ મુદ્દા હાર્યા છે. એક આશા હારી છે. સાચુ કહું તો હિન્દુસ્તાનની જનતા હારી છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાની લડાઇને સલામ કરું છું. લડીશું અને જીતીશું . જય હિન્દ.

તો જીત બાદ ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે ન્યૂઝ 18 સાથે વાતચીતમાં જણાવ્યું કે અમારી સાથે અન્યાય કરનારાઓને આ જડબાતોડ જવાબ છે. સાથે હું વડાપ્રધાન મોદીને શુભકામના પાઠવું છું.  ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ મારું અપમાન કર્યું છે, જેનો જવાબ મારી રાધનપુરની જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે. વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે ટૂંક સમયમાં અમારી ઠાકોર સેનાની કાર્યકરણીની બેઠક મળશે જેમાં અમારી આગામી રણનીતિ નક્કી કરીશું.

 
First published: May 23, 2019, 1:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading