ત્રણ માંગણીઓ : અત્યારે તો ત્રણેયનો રકાસ !!!

News18 Gujarati
Updated: September 18, 2018, 7:08 PM IST
ત્રણ માંગણીઓ : અત્યારે તો ત્રણેયનો રકાસ !!!
ઉપવાસ આંદોલન સમયની તસવીર

હાર્દિકભાઈ આમ તો અત્યારે લાંબા ઉપવાસના ગતકડાં પછી 'રિ-ચાર્જ' થતા હશે ! જે માંગણીઓ સાથે તેઓ સરકાર સામે મોરચો માંડીને બેઠા હતા તે તમામ બાબતોનો કરુણ રકાસ જોવા મળી રહ્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :

હાર્દિકભાઈ આમ તો અત્યારે લાંબા ઉપવાસના ગતકડાં પછી 'રિ-ચાર્જ' થતા હશે ! જે માંગણીઓ સાથે તેઓ સરકાર સામે મોરચો માંડીને બેઠા હતા તે તમામ બાબતોનો કરુણ રકાસ થતો જોવા મળી રહ્યો છે. જો કે આ લખવું અત્યારે થોડું વહેલું ગણાય તેમ છતાં ‘જ્યાં દિશા ખોટી હોય ત્યાં દશા’ આ પ્રકારની જ હોય તેમાં કોઈ બેમત નથી !

શરૂઆત પ્રથમ માંગણીથી કરીયે : 25મી ઓગસ્ટથી ભારે તામજામ સાથે શરુ થયેલું ઉપવાસનું તરકટ આખરે 'સામાજિક સમરસતા અને સંગઠનની મજબૂતી' ના રૂપકડાં નામ હેઠળ ઠરી ગયું. ભારે હાકોટા-પડકારા થયા પરંતુ સરકાર ન ઝૂકી તે ના જ ઝૂકી ! આખરે શરબત-પાણી અને નારિયળ પાણી પીવાઈ ગયા. મુદ્દે, અનામતની માંગણીને ભેજ લાગી ગયો.

હવે આવીએ બીજી માંગણી ઉપર : રાજદ્રોહના મામલાનો સામનો કરી રહેલા અલ્પેશ કથિરિયાને સમાજ છોડાવી લાવશે તેવી વાત થઇ અને સમાજના મોભી-મોવડીઓએ ફરી હોહા કરી મૂકી. પરંતુ આજે રાજદ્રોહ કેસ માલે સેશન્સ કોર્ટે અલ્પેશ કથિરીયાની જામીન અરજી ફગાવી દીધી છે. સરકારી વકીલની ધારદાર દલીલો સામે અલ્પેશ કથિરીયાના વકીલની દલીલ નબળી પડી. સેશન્સ કોર્ટે કહ્યું કે, આરોપીને હાલ ન્યાયિક પ્રક્રિયામાં તપાસ માટે જેલમાંથી મુક્ત કરવો ઉચિત નથી. રાજદ્રોહ કેસમાં કથિરીયાને રેગ્યુલર જામીન મળે તે માટે અરજી કરવામાં આવી હતી. આ દૃષ્ટિએ બીજી માંગણી પણ લગભગ હાલના તબક્કે નબળી પડી છે.

તમને જણાવી દઈએ કે, સુરતના ‘પાસ’ કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના સાથી અલ્પેશ કથિરીયાની ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી. ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયા વોન્ટેડ હતો. હાર્દિકના ઉપવાસ માટે અમદાવાદમાં આવેલા અલ્પેશ કથિરીયાને હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી હતી. બાદમાં તેમની ધરપકડ કરીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જયારે પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત અન્ય નવ લોકોને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

રહી વાત ત્રીજી માંગણીની, જે કોંગ્રેસ ખેંચી ગયું ! ખેડૂતોના દેવા અને અન્ય બાબતો અંગે આજે કૉંગેસ દ્વારા ગાંધીનગરમાં ઘેરાવ કરવામાં આવ્યા. દેખાવો થયા, નેતાઓ પકડાયા અને મામલો બહારથી વિધાનસભા ગૃહમાં ગયો ! જો કે આ પૂર્વે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે કહ્યું કે; આગામી એકાદ-બે દિવસમાં સરકાર ખેડૂતો મુદ્દે કશીક મહત્વાકાંક્ષી જાહેરાત કરશે. લો, પત્યું. એ હવે હાઉં કરો, બાપલીયાવ... !આમ, ત્રણેય બાબતોનું લગભગ ફિંડલું વળી ગયું છે. જોઈએ હવે આગામી દિવસોમાં આંદોલનકારીઓને ક્યા અને કેવા મુદ્દાઓ મળે છે.
First published: September 18, 2018, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading