Home /News /madhya-gujarat /

હાર્દિક પટેલ માનસિક શાંતિ માટે બેંગલુરુ પહોંચ્યો, કરાવશે નેચરોપેથી સારવાર

હાર્દિક પટેલ માનસિક શાંતિ માટે બેંગલુરુ પહોંચ્યો, કરાવશે નેચરોપેથી સારવાર

હાર્દિક પટેલ બેંગાલુરુમાં આવેલી જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટમાં નેચરોપેથી સારવાર કરાવવા પહોંચ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ આ સારવાર કરાવે છે.

હાર્દિક પટેલ બેંગાલુરુમાં આવેલી જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટમાં નેચરોપેથી સારવાર કરાવવા પહોંચ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ આ સારવાર કરાવે છે.

    19 દિવસથી ઉપવાસ કર્યા બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલે પારણાં કરી લીધા છે. જો કે સરકાર વિરુદ્ધ લડત ચાલુ જ રહેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. પરંતુ પાસ સમિતિ અને ખાસ કરીને હાર્દિક પટેલ હવે શું કરશે, આ સવાલ સૌકોઇના મનમાં છે, હાલ તેનો જવાબ તો નથી, પરંતુ 19 દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ બેંગલોર પહોંચી ગયો છે. હાર્દિક પટેલે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે લખ્યું કે તે હાલ બેંગાલુરુ સ્થિત જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યુટમાં છે.

    અહીં ક્લિક કરી વાંચો...હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસઃ 19 દિવસ, તાસીર અને તસવીરો

    હાર્દિક પટેલે શેર કરી તસવીરો

    હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બેંગલોર હોવાની વાત શેર કરી છે. હાર્દિકે એક ટ્વીટ કર્યું છે, ટ્વીટમાં તેણે યોગા કરતો એક ફોટો પણ શેર કર્યો છે. ફોટો કેપ્શનમાં તેણે લખ્યું કે ભગવત ગીતામાં લખ્યું છે કે પોતાની જાતને ઓળખવા માટે યોગા ખુબ જ જરૂરી છે. અંતે લાંબી પ્લેન મુસાફરી બાદ બેંગલુરુ પહોંચી ગયો છું.

    નેચરકેરમાં યોગા કરી રહેલો હાર્દિક અને તેની ઉપવાસ આંદલન સમયની તસવીર


    કેમ બેંગાલુરુ ?

    કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ ટૂંક સમયમાં જ બેંગાલુરુ જશે, અહીં આવેલી જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટમાં તે નેચરોપેથી સારવાર કરાવશે, ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી પણ અવાર-નવાર જિંદાલ નેચરક્યોરમાં કુદરતી ચિકિત્સા કરાવવા જાય છે.

    અહીં ક્લિક કરી વાંચો...મોડો પણ હાર્દિક પટેલે સારો નિર્ણય લીધો છેઃ ડે.સીએમ નીતિન પટેલ

    કેવી સારવાર કરાશે હાર્દિક પટેલની ?

    આ કુદરતી ચિકિત્સા દરમિયાન કોઈપણ પ્રકારની ડ્રગ્સ(એલોપથી)નો ઉપયોગ કરવામાં આવતો નથી. સૌથી પહેલા અહીં હાર્દિકના શરીરની હાલની સ્થિતિની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ તેને જરૂરીયાત મુજબ, યોગા, આસન, પ્રાણાયમ, લાફીંગ થેરેપી, એક્યુપંક્ચર, જિમ અને ફિઝયોથેરેપી કરવામાં આવશે.

    જિંદાલનેચર ક્યોરમાં માટીના લેપની સાથે સાથે તેલથી મસાજ કરીને પણ સારવાર કરવામાં આવે છે. જેમાં લીંબડો, હળદર અને કુંવારપાઠાની પેસ્ટ શરીર પર લગાવીને અડધી કલાક સુધી સામાન્ય તડકામાં બેસાડવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, ખાવા-પીવાથી લઈ આખી લાઈફ સ્ટાઈલને પણ સારવારમાં સામેલ કરવામાં આવે છે.





    તકલીફ પ્રમાણે અપાશે સારવાર

    આ દરમિયાન દિવસમાં બેવાર ભોજન આપવામાં આવે છે. જેમાં લંચ અને બ્રેકફાસ્ટ સામેલ છે. જ્યારે બપોર બાદ 2 વાગ્યે ફરીવાર સારવાર શરૂ થઈ જાય છે. આ સારવાર શરીરમાં રહેલી તકલીફો મુજબ સૌ કોઈ માટે અલગ અલગ હોય છે. જો કે હાર્દિકને ભોજનમાં શું મળશે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી. ખાવા-પીવા અંગે વાત કરીએ તો મોટા ભાગે એક કપ સૂપ, પપૈયા અને તરબૂચની એક એક સ્લાઈસ તથા એક ગ્લાસ સોયા મિલ્ક આપવામાં આવે છે અને સાડા પાંચથી 6 વાગ્યા વચ્ચે ડિનર કરાવવામાં આવે છે.

    શું છે સમગ્ર સંસ્થાનો હેતું ?

    નેચરોપેથીનો મૂળભૂત વિચાર છે કે શરીર માટી, આકાશ, પાણી, વાયુ અને અગ્નિ એમ પંચમહાભૂતનું બનેલું છે અને આ પાંચેય બાબતોમાં સંતૂલન રહે છે અને તેનું સંતુલન બગડવા પર માણસ બીમાર પડે છે. નેચરોપથી દ્વારા તેનું સંતુલન પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યુટની શરૂઆત ડૉ.સીતારામ જિંદાલે કરી હતી. સીતારામ જિંદાલ, જિંદાલ એલ્યુમિનિયમ લિમિટેડ કંપનીના માલિક છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Bangaluru, Hardik Patel Fast, Jindal nature care, Patidar leader, હાર્દિક પટેલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन