Home /News /madhya-gujarat /

પતિ પત્ની ઔર વો! અમદાવાદઃ લગ્નના 12 વર્ષે પત્નીને પતિની પ્રેમિકાની જાણ થઈ, રંગેહાથ ઘરમાંથી બંને પકડાયા

પતિ પત્ની ઔર વો! અમદાવાદઃ લગ્નના 12 વર્ષે પત્નીને પતિની પ્રેમિકાની જાણ થઈ, રંગેહાથ ઘરમાંથી બંને પકડાયા

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: પતિ પત્નીએ પ્રેમ લગ્ન કર્યા (marriage) પણ પત્નીને 12 વર્ષે તેના પતિના પ્રેમ પ્રકરણની (love affair) જાણ થઈ હતી. એક દિવસ બને ઘરમાંથી જ રંગેહાથ (usband caught with girlfriend) ઝડપાયા હતા.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં (Ahmedabad News) ફરી એજ વાર પતિ પત્ની ઔર વોનો (Pati Patni aur woh) કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. પતિ પત્નીએ પ્રેમ લગ્ન કર્યા (marriage) પણ પત્નીને 12 વર્ષે તેના પતિના પ્રેમ પ્રકરણની (love affair) જાણ થઈ હતી. એક દિવસ બને ઘરમાંથી જ રંગેહાથ ઝડપાયા હતા. પહેલા જ્યારે પતિ માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો ત્યારે દીકરી સાથે યુવતી એકલી રહેવા જતી રહી હતી.

ખર્ચને એકલા હાથે ન પહોંચી વળતા તે પતિના ઘરે ગઈ ત્યારે પતિ પ્રેમિકા (husband caught with girlfriend) સાથે પકડાયો હતો. સમગ્ર બાબતની પોલીસને જાણ થતાં પોલીસે આ મામલે ગુનો નોંધી પતિ પત્ની ઔર વો ના કિસ્સાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

મણિનગર દક્ષિણી પાસે રહેતી 40 વર્ષીય મહિલા આંબાવાડી ખાતે એક સ્કૂલમાં નોકરી કરે છે. અને હાલ 15 વર્ષની દીકરી સાથે રહે છે. વર્ષ 2006 માં આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. 12 વર્ષ બાદ આ યુવતીને જાણ થઈ કે તેના પતિને 20 વર્ષની એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે. જે બાબતે તેના પતિને વાત કરતા તે ઝગડા કરતો અને યુવતીને ઢોર માર મારતો હતો.

યુવતીથી તેની દીકરીના ભણવાના ખર્ચ અને ઘરખર્ચને ન પહોંચી વળાતા તે વર્ષ 2020 માં પતિના ઘરે બહેન સાથે ગઈ હતી. ત્યારે તેના પતિના ઘરમાં પતિ સાથે તેની પ્રેમિકા પણ હાજર હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ પહેલાં લગ્ન છુપાવ્યા તો નણંદોઈએ પરિણીતાની સાડી ખેંચી નાજુક અંગ સ્પર્શ કરવા કરી કોશિશ

આ પ્રેમિકાને યુવતીએ ઘરે જતા રહેવા કહેતા તે બોલાચાલી કરવા લાગી અને પતિ રસોડામાંથી સાણસી લઈને આવી આજે તને આજે છોડીશ નહિ કહીને ધમકીઓ આપવા લાગ્યો હતો.

આસપાસના લોકો ભેગા થઈ જતા કોઈએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલે મણિનગર પો સ્ટે માં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવા કિસ્સા સામે આવ્યા હતા જેમાં પોલીસે કાર્યવાહી કરી આવા પતિ ને કાયદા ના પાઠ ભણાવ્યાં હતા.

આ પણ વાંચોઃ-અરવલ્લીઃ કમકમાટી ભરી ઘટના! પતિએ શરીરે ડાયનામાઈટ બાંધીને પત્ની સાથે કર્યો બ્લાસ્ટ, બંનેના મોત

અન્ય એક બનાવની વાત કરીએ તો સોલા વિસ્તારમાં (Sola) એક પરિણીતાને (Married Woman) પરિચિત વ્યક્તિ ને સોનાના દાગીના (Gold Jewelry) સાચવવા માટે આપવા ભારે પડ્યું છે. દાગીના પરત માંગતા આ યુવકે પરિણીતા સાથે પ્રેમ સબંધ (Love) રાખવાની માંગણી કરી.

જોકે પરિણીતાએ ઇનકાર કર્યો તો નરાધમ આરોપીએ પરિણીતાને તેના સ્નાન કરતા ફોટો બતાવી (Video of Bath) વિડીયો વાયરલ (Video Viral) કરવાની ધમકી આપી અને પરિણીતા સાથે શરીર સુખ માણવા માટેની માંગ કરી. આરોપીનો ત્રાસ એટલી હદે વધી ગયો કે પરિણીતા એ દવા ખાઈ ને આત્મ હત્યાનો Attempt of Suicide) પ્રયાસ કરવો પડ્યો છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news, Pati patni aur woh

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन