Home /News /madhya-gujarat /

અમદાવાદમાં પતિ, પત્ની ઔર વોનો ગજબનો કિસ્સો: 'મેં જ તેને તારો વર બનાવ્યો છે, તું રખાત છે'

અમદાવાદમાં પતિ, પત્ની ઔર વોનો ગજબનો કિસ્સો: 'મેં જ તેને તારો વર બનાવ્યો છે, તું રખાત છે'

અમદાવાદમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો

Pati Patni Aur Woh: થોડા દિવસ બાદ ક્રિષ્નાએ પીડિતાને ફોન કરી જણાવ્યું હતું કે 'તારો પતિ મારો વર છે. તું તેની રખાત છે. તારી સાથે લગ્ન કરવા માટે મેં જ તેને કહ્યું હતું. આ માટે જ તેણે તારી સાથે લગ્ન કર્યા છે.'

અમદાવાદ: શહેરમાં વધુ એકવાર 'પતિ પત્ની ઔર વો' (Pati Patni Aur Woh)નો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતી લગ્ન (Marriage) કરીને સાસરે રહેવા ગઈ હતી. ત્યારબાદ તેણી પ્રેગનેન્ટ થતા પિયર આવી ગઈ હતી. આ દરમિયાન તેના પતિના 'માસીની દીકરી' હોવાનું જણાવી એક મહિલા આવી હતી. યુવતી ફરી સાસરે ગઈ ત્યારે તેના પર આ યુવતીનો ફોન આવ્યો તો અને તેના પતિ સાથે તેણીએ લગ્ન કરી લીધાનું જણાવ્યું હતું. આ સાથે જ ફોન કરનારી યુવતીએ પીડિત યુવતીને તેના પતિની રખાત જણાવી હતી.

બનાવની વિગતે વાત કરીએ તો આંબાવાડીમાં રહેતી 27 વર્ષીય યુવતી ત્રણ માસથી તેના ચાર મહિનાના દીકરા સાથે પિયરમાં તેના માતાપિતા સાથે રહે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2020માં એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તેણી સાસુ-સસરા અને પતિ સાથે રહેવા લાગી હતી. લગ્નના ત્રણ મહિના સુધી યુવતીને તેના સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. બાદમાં આ યુવતી પ્રેગ્નેન્ટ થતા ચોથા મહિને પિયરમાં આવી ગઈ હતી. આ દરમિયાન ક્રિષ્ના નામની એક સ્ત્રી તેના ઘરે આવી હતી અને તેણીએ તેની ઓળખ તેના પતિની માસીની દીકરી તરીકે આપી હતી. બાદમાં આ યુવતી અને તે મહિલા વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. યુવતી પરત સાસરે ગઈ હતી તેણીએ તેના પતિને ક્રિષ્ના વિશે પૂછ્યું હતું. જોકે, તેણીના પતિએ કોઈ જવાબ આપ્યો ન હતો.

'તું રખાત છે'


થોડા દિવસ બાદ ક્રિષ્નાએ યુવતીને ફોન કરી જણાવ્યું હતું કે 'તારો પતિ મારો વર છે. તું તેની રખાત છે. તારી સાથે લગ્ન કરવા માટે મેં જ તેને કહ્યું હતું. આ માટે જ તેણે તારી સાથે લગ્ન કર્યા છે.' ક્રિષ્નાની આવી વતા બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. એટલું જ નહીં, ક્રિષ્નાએ પીડિત યુવતીને તેના પતિ સાથેની તસવીરો પણ મોકલી હતી. આ મામલે પીડિતાએ પતિને પૂછતા તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.

આ પણ વાંચો: રાજકોટમાં કેરીની આવક શરૂ, ભાવ સાંભળીને મોઢાની મીઠાશ જતી રહેશે!

સાસુ-સસરાએ પણ દીકરાનું ઉપરાણું લીધું


યુવતીએ તેણીના સાસુ-સસરાને આ બાબતે વાત કરતા તેમણે દીકરાનું ઉપરાણું લઇને કહ્યું હતું કે, ક્રિષ્ના અને તારા પતિ વચ્ચે સારા સંબંધો છે. તે પહેલાં ત્યાં જતો આવતો હતો એટલે તું તેની પર શંકા ન કરીશ. થોડા સમય બાદ યુવતીનો પતિ સતત મોડી રાત સુધી ક્રિષ્ના સાથે વાતચીત કરતો હતો. બાદમાં યુવતીએ એક દીકરાને જન્મ આપ્યો હતો. આમ છતાં પણ પતિ કે સાસુ-સસરાએ તેના દીકરાની કોઈ જ સાર-સંભાળ લીધી ન હતી. આટલું જ નહીં, નાતાલ પહેલા તેનો પતિ અચાનક જ કોઇને જાણ કર્યા વગર ગાયબ થઈ ગયો હતો.

આ પણ વાંચો:  મહિલા સહિત ત્રણ લોકોના પેટમાંથી મળી સોનાની પેસ્ટની કેપ્સુલ


યુવતીએ પોલીસ ફરિયાદ કરી


સાસરિયાઓને વાત કરતા તેઓએ જણાવ્યું કે, તારો પતિ પાછો નહીં જઆવે. તેને ક્રિષ્ના સાથે સંબંધ છે. તારા પતિને તું પસંદ નથી. તું હવે તેને છૂટાછેડા આપી દે. આવી વતા કરીને સાસરિયાઓએ યુવતી સાથે ઝઘડો કર્યો હતો અને તેણીને ગાળો ભાંડીને માર પણ માર્યો હતો. એટલું જ નહીં, યુવતીને ઘરમાંથી પણ કાઢી મૂકી હતી. આ સમગ્ર વાતોથી કંટાળીને યુવતીએ આખરે પોલીસ ફરિયાદ આપતાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, ગુનો, પોલીસ

આગામી સમાચાર