Home /News /madhya-gujarat /

Ahmedabad crime: પતિ, પત્ની ઔર વો! પતિએ અન્ય સ્ત્રી સાથેના ચેટિંગ અને ફોટોગ્રાફ પત્ની જોઈ ગઈ અને...

Ahmedabad crime: પતિ, પત્ની ઔર વો! પતિએ અન્ય સ્ત્રી સાથેના ચેટિંગ અને ફોટોગ્રાફ પત્ની જોઈ ગઈ અને...

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: શાહીબાગમાં રહેતી (shahibag) એક યુવતી એ તેના પતિના અન્ય સ્ત્રી સાથેના ચેટિંગ અને ફોટોગ્રાફ (photograf) બાબતે પૂછવું ભારે પડ્યું છે. જો કે યુવતી એ પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરવતા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ શહેર (Ahmedabad news) ફરી એક વખત પતિ પત્ની ઔર વોનો (Pati Patni aur woh) કિસ્સો સામે આવ્યો છે. શાહીબાગમાં રહેતી એક યુવતી એ તેના પતિના અન્ય સ્ત્રી સાથેના ચેટિંગ અને ફોટોગ્રાફ (photograf) બાબતે પૂછવું ભારે પડ્યું છે. જો કે યુવતી એ પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરવતા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે શાહીબાગ વિસ્તારમાં રહેતી એક યુવતીએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ફેબ્રુઆરી 2020માં તેના લગ્ન રાણીપ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. જોકે લગ્નના બે મહિના સુધી તેને સારી રીતે રાખ્યા બાદ અચાનક જ તેના પતિનું વર્તન બદલાઈ ગયું હતું. તેનો પતિ ફોન માં જ વ્યસ્ત રહેતો હતો.

એક દિવસ ફરિયાદી યુવતી તેના પતિના મોબાઈલમાં હાઇ બેબીનો મેસેજ જોઈ જતા આ બાબતે તેને પૂછ્યું હતું. જો કે તેના પતિ તેની પર ગુસ્સો કરવા લાગેલ. જ્યારે તેના સાસુ તેને રસોડામાં આવવા દેતા નહીં અને રસોડાની કોઈ ચીજ વસ્તુને અડવા દેતા નહીં. અને વારંવાર મારો દીકરો સરકારી નોકરી વાળો છે તારા પિતાએ તેના સ્ટેટ્સ પ્રમાણે કરિયાવર આપ્યું નથી તેમ કહીને ત્રાસ આપતા હતા.

આ પણ વાંચોઃ-Ahmedabad news: પાગલ પ્રેમીનું પૂર્વ પ્રેમિકા સાથે કર્યું એવું કે જેલમાં જવાનો આવ્યો વારો

જો કે યુવતી એક દિવસ તેના પતિના કોમ્યુટરમાં તેના અન્ય સ્ત્રી સાથેના ફોટો જોયા હતા. જે ફોટોમાં રહેલ સ્ત્રીને મળતા જ તેને યુવતીના પતિ અને તેના પ્રેમ સબંધ વિશે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-Rajkot news: 51 વર્ષીય પ્રોઢે પોતાની જાતને ગોળી મારી જીવનલીલા સંકેલી, શું હતું કારણ?

યુવતીએ આ બાબતની જાણ તેના માતા પિતાને કરતા તેઓ યુવતીના સાસુ સસરાને મળવા માટે આવ્યા હતાં. ત્યારે પણ યુવતીના પતિએ ગુસ્સામાં યુવતીને લાફો મારી દીધો હતો. અને તેની સાથે કોઈ સબંધ રાખવા માંગતોના હોવાનુ કહ્યું હતું.

આ પણ વાંચોઃ-Ahmedabad: 3 ટાબરિયાઓ પોલીસને દોડતી કરી નાખી, ચર્ચાસ્પદ કેસમાં આખરે પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો

જો કે આ બાબત ની જાણ યુવતી એ તેના સાસુ સસરાને કરતા પણ કોઈ નિરાકરણ આવ્યું ના હતું. જેથી અંતે કંટાળી ને યુવતી એ આ મામલે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ માં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati News News, Love affair

આગામી સમાચાર