Home /News /madhya-gujarat /

Pati, patni aur woh! અમદાવાદઃ 'હું તેને ઘરમાં બેસાડવાનો છું, અને તને કાઢી મૂકવાની છે'

Pati, patni aur woh! અમદાવાદઃ 'હું તેને ઘરમાં બેસાડવાનો છું, અને તને કાઢી મૂકવાની છે'

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: પરિણીતાએ પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ (Husband affair) રાખવાની મનાઈ કરી તો તેનો પતિ અને સાસરિયાં તેને શારીરિક અને માનસિક (mentally harassment) ત્રાસ આપતા હતા.

અમદાવાદ: અમદાવાદ નજીક આવેલા બગોદરામાં પતિ-પત્ની ઔર વોનો કિસ્સો (Pati, Patni aur woh) સામે આવ્યો છે. પતિના પરસ્ત્રી સાથેના સંબંધોની જાણ ફરિયાદીને થતાં જ તેનો વિરોધ કરવો ભારે પડ્યો છે. પરિણીતાએ પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ (Husband affair) રાખવાની મનાઈ કરી તો તેનો પતિ અને સાસરિયાં તેને શારીરિક અને માનસિક (mentally harassment) ત્રાસ આપતા હતા.

બગોદરામાં રહેતી પરિણીતાએ પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરાવી છે કે આજથી ત્રણેક વર્ષ પહેલાં તેનો પતિ ભાયલા ગામ પાસે આવેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા તે સમયે તે જ કંપનીમાં કામ કરત મહિલા સાથે તેના આડા સંબંધ હોવાની જાણ પરિણીતાને થઈ હતી.

તેનો પતિ પણ આ મહિલા સાથે રાત દિવસ વાતો કરતો હોવાથી પરિણીતાએ આ નંબર પર ફોન કર્યો હતો. ત્યારે સામે મહિલા એ કહ્યું હતું કે મારે તારા પતી સાથે પ્રેમલગ્ન કરવાના છે. જોકે પરિણીતાએ આ બાબતની જાણ તેના પતિને કરતા તેણે હું તેને ઘરમાં બેસાડવાનો છું, અને તને કાઢી મૂકવાની છે. તેમ કહીને પરિણીતા સાથે મારઝૂડ કરી હતી.

આ પણ વાંચોઃ-Online Game રમતા યુવકો માટે ચેતવણીરૂ કિસ્સોઃ સુરતમાં 14 દિવસના બાળકના પિતાનો આપઘાત, ગેમમાં 30 લાખનું દેવું કર્યું

આ બાબતની જાણ પરિણીતાએ તેના સાસરિયાને કરતા તેઓ પણ તેની સાથે ઝઘડો કરીને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. જ્યારે પરિણીતાના પતિને જે સ્ત્રી સાથે આડા સંબંધ હતા તેને કંપનીમાંથી નોકરી પરથી છૂટી કરી દેતા પરિણીતાના પતિ એ પણ રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચોઃ-Pati, Patni aur Woh! અમદાવાદ: મિટિંગના નામે પતિ આખી રાત રંગરલિયા મનાવતો, પત્ની હોવા છતાં અન્ય સ્ત્રીને કરી ગર્ભવતી

બાદમાં બંને અન્ય કંપનીમાં સાથે નોકરી કરતા હતા. જોકે પરિણીતાના પતિએ તેના સોનાના દાગીના વહેચીને આ મહિલાને રૂપિયા આપ્યા હતા. પરિણીતા આ બાબતથી કંટાળી તેના પિયર જતા રહેતા તેના પતિએ પરસ્ત્રી સાથેના સબંધો તોડી નાખવાની ખાતરી આપી તેને પરત સાસરીમા લઇ ગયો હતો.

પરંતુ ત્યારબાદ પણ આ બાબતને લઇને શારીરિક અને માનસિક ત્રાસ રહેતા અંતે પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસએ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર