સાંસદ લીલાધર વાઘેલાને ગાયે અડફેટે લીધા, પાંચ પાંસળીમાં ફ્રેક્ચર

News18 Gujarati
Updated: August 31, 2018, 2:48 PM IST
સાંસદ લીલાધર વાઘેલાને ગાયે અડફેટે લીધા, પાંચ પાંસળીમાં ફ્રેક્ચર
લીલાધર વાઘેલા (ફાઇલ તસવીર)

લીલાધર વાઘેલાને માથાના ભાગે ઈજા પહોંચી છે. હાલ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.

  • Share this:
પાટણના સાંસદ લીલાધર વાઘેલાના ગાયે અટફેટે લેતા તેમના સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે તેમને ગંભીર ઈજા પહોંચી છે. ગાંધીનગર ખાતે સેક્ટર-21માં તેમના ઘર બહાર જ તેમને એક ગાયે અડફેટે લીધા હતા. સાંસદ વાઘેલાને સારવાર માટે ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  હોસ્પિટલ ખાતે રિપોર્ટ્સ બાદ માલુમ પડ્યું છે કે લીલાધર વાઘેલાની પાંચ પાંસળીમાં ફ્રેક્ચર થયા છે. તેમને ત્રણથી ચાર દિવસ સુધી હોસ્પિટલમાં જ રહેવું પડી શકે છે.

શુક્રવારે બપોરે બેથી ત્રણ વાગ્યાની આસપાસ તેઓ ગાંધીનગરના સેક્ટર-21 ખાતે હાજર હતા ત્યારે ગાયે તેમને અડફેટે લીધા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એપોલો હોસ્પિટલ ખાતે સીટી સ્કેન સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા.

હું બનાસકાંઠાથી ચૂંટણી લડીશ: લીલાધર વાઘેલા

લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ સીટિંગ એમપી, ધારાસભ્યો અને બંને પક્ષના રાજકારણીઓ તેમના અંતરમનની વાતો જાહેર કરતા જાય છે. ભાજપ અને કોંગ્રેસ બંને શિસ્તની વાતો કરે છે. પક્ષીય લોકશાહીની વાતો કરે છે, પરંતુ આખરે થાય છે શું તે સૌ લોકો જાણે છે.

છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ ચાલતા પાટણના સંસદ લીલાધર વાઘેલા તોફાની મૂડમાં છે. ગત મહિને તેમણે તેમની લાગણી જાહેર કરી દીધી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે, " હું બનાસકાંઠામાંથી લોકસભા ચૂંટણી લડીશ. હું બનાસકાંઠાનો છું પણ હરીભાઈ ચૌધરી પાટણ હારી જાય માટે ગત લોકસભામાં હું પાટણ થી ચૂંટણી લડી હતી. આ વખતે હરીભાઈને કહીશ તમે રહેવા દો અને મને બનાસકાંઠામાથી ચૂંટણી લડવા દો. મારી ઇચ્છા બનાસકાંઠામાંથી લડવાની છે અને મારો હક્ક છે. "

લીલાધર વાઘેલાએ ઉમેર્યું હતું કે, "હરીભાઈ ભલે લડવા તૈયાર થાય પણ મે જે-તે વખતે મેં એમનાં ભલા માટે બેઠક છોડી હતી એટલે હવે તેમણે બનાસકાંઠા બેઠક મારે માટે છોડવી પડશે. આ અંગે હું પાર્ટીમાં પણ રજુઆત કરીશ."અત્રે ઉલ્લેખનીય છે કે, લીલાધર વાઘેલાએ વિધાનસભામા પણ પોતાના પુત્ર માટે ટીકીટની જીદ કરી હતી. લીલાધરભાઇ આ વલણથી ભાજપમાં ગરમાવો આવી ગયો છે.

રાજકીય અંતરંગ સૂત્રો જણાવે છે કે, બનાસકાંઠા બેઠક ઉપરથી ભાજપ કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરને ભાજપમાં ખેંચીને અહીંથી ચૂંટણી લડાવવામાં માંગે છે. આ અંગે શંકર ચૌધરી સહિતના ભાજપી આગેવાનો સતત કાર્યરત હોવાનું પણ જાણકારીમાં આવ્યું છે. જો કે આ વાતની કોઈ પુષ્ટિ થઇ શકી નથી!
First published: August 31, 2018, 7:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading