રાજ્યભરમાં પાસપોર્ટ ઓફિસનું સર્વર ડાઉન, અરજદારો રજળી પડ્યા

News18 Gujarati
Updated: May 11, 2019, 5:30 PM IST
રાજ્યભરમાં પાસપોર્ટ ઓફિસનું સર્વર ડાઉન, અરજદારો રજળી પડ્યા

  • Share this:
સંજય જોષી, અમદાવાદઃ અમદાવાદ મીઠાખળી ખાતે આવેલી પાસપોર્ટ ઓફીસ ખાતે પાસપોર્ટની કામીગીરી માટે આવેલા અરજદારોએ ભારે વિરોધ નોધાવ્યો. આજ રોજ પાસપોર્ટ ઓફીસ ખાતે પાસપોર્ટ મેળાનુ આયોજન કરાયુ હતુ. જો કે ટેકનીકલ કારણોસર સર્વર ડાઉન થતા આજની કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી.

આજની એપોઈન્ટમેન્ટ સાથે દેશભરમાંથી અમદાવાદના મીઠાખળી ખાતેની પાસપોર્ટ ઓફીસ ખાતે પાસપોર્ટ મેળવવા માટે આવેલા અંદાજીત 750 જેટલા લોકોના હાલ બેહાલ થયા અને પાસપોર્ટ ઓફીસ તરફથી આગામી અઠવાડીયાની તારીખ આપી દેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.

ઓફિસ બહાર આવી નોટિસ લગાવવામાં આવી હતી.


ગરમીમાં લોકોને જવાબ આપવા માટે પણ અધીકારીઓ હાજર ન રહેતા લોકોએ ભારે વિરોધ નોધાવ્યો અને દુર દુરથી આવેલા લોકોએ હેરનાગતીનો સામનો કરવો પડ્યો. લોકોનુ કહેવુ છે કે તેમને આજે પાસપોર્ટ ઓફીસ તરફતી એપોઈન્ટમેન્ટ આપવામા આવી હતી. જો કે સર્વર ડાઉન છે અને કામગીરી ઠપ્પ થઈ છે તેની કોઈ જાણ કરવામા આવી નથી. જો જાણ કરવામાં આવી હોત તો ધક્કો ન થાત.

ઉપરાંત કેટલાક ઈમરજન્સી પાસપોર્ટ માટે આવેલા અરજદારો પણ રજળી પડ્યા હતા. રાજ્યભરમાં આવેલી પાસપોર્ટ ઓફિસોમાં સર્વર ડાઉન હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, અપોઇમેન્ટ લઇને આવેલા અરજદારોને ધક્કો થયો હતો તથા ઓફિસ તરફથી નવી તારીખો અપાઇ છે. બીજી બાજુ કેટલીક જગ્યાએ અરજદારોએ રોષ ઠાલવ્યો કે એક તો ધક્કો થયો ને બીજી બાજુ ઓફિસરો દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો નહીં.
First published: May 11, 2019, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading