જ્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં અધિકારીને પ્રવાસીને મારી દીધો લાફો

News18 Gujarati
Updated: March 5, 2019, 11:40 AM IST
જ્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં અધિકારીને પ્રવાસીને મારી દીધો લાફો
પ્રતિકાત્મક તસવીર

'તું કોણ ચેક કરનારો' કહી લાફો મારી દીધો હતો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાત: અમદાવાદનાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં ગઇકાલે એક વિચિત્ર કિસ્સો બન્યો છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2માં મોડી રાતે કસ્ટમ અધિકારીએ ફ્લાઈટમાં આવેલા પ્રવાસીને હેન્ડ બેગ સ્કેન કરવાનું કહ્યું હતું. જે બાદ પ્રવાસીએ અધિકારીને લાફો મારી દીધો હતો. આ મામલે એરપોર્ટ પોલીસે પ્રવાસીની ધરપકડ કરી હતી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ/ કસ્ટમ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કુલદીપ ભાટી મોડી રાતે એરપોર્ટ પર હતા. બે વાગ્યાની આસપાસ મહેશ તિલાણી (ઉ.વ.60, રહે. મણિનગર) આવતાં કુલદીપ ભાટીએ તેમને હેન્ડ બેગ સ્કેન કરવાનું કહ્યું હતું. જેનાથી મહેશ તિલાણી ઉશ્કેરાઈ અપશબ્દો બોલીને અધિકારી સાથે લડી પડ્યાં હતાં.

આ પણ વાંચો: 'મને સાસરિયાવાળા મારી નાખશે,' અચાનક મહિલા જજ પાસે દોડી ગઈ

મહેશ તિલાણીએ અધિકારીને 'તું કોણ ચેક કરનારો' કહી લાફો મારી દીધો હતો. જેના કારણે અન્ય અધિકારી દોડી આવ્યા હતા. પ્રવાસી મહેશને પકડી એરપોર્ટ પોલીસને સોંપી દીધો હતો.
First published: March 5, 2019, 11:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading