Home /News /madhya-gujarat /

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરના લગેજ હાઇ રિઝોલ્યુશન થ્રીડી ઇમેજની મદદથી સ્ક્રિનિંગ થશે

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરના લગેજ હાઇ રિઝોલ્યુશન થ્રીડી ઇમેજની મદદથી સ્ક્રિનિંગ થશે

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરના લગેજ હાઇ રિઝોલ્યુશન થ્રીડી ઇમેજની મદદથી સ્ક્રિનિંગ થશે

અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો

અમદાવાદ : એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી જતા પ્રવાસીઓના લગેજ સ્ક્રિનિંગ કરવા માટે ઓનલાઈન લગેજ સ્કેનિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. કમ્પ્યુટર ટોમોગ્રાફી એક્સરે મશીન દ્વારા હાઇ રિઝોલ્યુશન થ્રીડી ઇમેજની મદદથી સ્ક્રિનિંગ થશે. કમ્પ્યુટર ટોમોગ્રાફી એક્સ રે મશીન ફીટ કરવામાં આવી છે. જે કોઈપણ લગેજની થ્રીડી હાઈ રિઝોલ્યુશન ઇમેજ આપી તેનું 360 ડિગ્રી સાથે સ્ક્રિનિંગ કરે છે. પેસેન્જરોનો સમય બચવાની સાથે સુરક્ષા વધુ મજબુત થશે.

અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પેસેન્જર પ્રવેશ કર્યા બાદ બોર્ડિંગ પાસ લઈ કોન્વોય બેલ્ટ પર લગેજ મુકવાનો હોય છે. બેલ્ટ પર લગેજ મુક્યા બાદ તે કોન્વોય બેલ્ટની મદદથી કમ્પ્યુટર ટોમોગ્રાફી એક્સ રે મશીનમાં પ્રવેશ કરશે અને લગેજનું ઓટોમેટિક દરેક એંગલથી સ્ક્રિનિંગ થશે. આ મશીનમાં નાનામાં નાની જોખમી વસ્તુ પણ સ્ક્રિનિંગમાં પકડાઈ જશે. આ મશીનનું મોનિટરીંગ કંટ્રોલ રૂમમાં સુરક્ષા જવાનો દ્વારા કરવામાં આવશે. જો કોઇપણ લગેજમાં શંકાસ્પદ વસ્તુ જણાશે તો જે પેસેન્જરનું લગેજ હશે તેની મેન્યુઅલ તપાસ કરાશે.

આ પણ વાંચો - નર્મદા ડેમના 10 દરવાજા ખોલી 1 લાખ ક્યૂસેક પાણી છોડયું, 3 જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા

આ મશીન લગેજ પર લગાવેલ ટેગ પણ જાતે જ રીડ કરશે અને લગેજ એરક્રાફ્ટ સુધી પહોંચે ત્યાં સુધીનું નિરીક્ષણ કંટ્રોલ રૂમ દ્વારા કરાશે. આ મશીનમાંથી ઓકે થયા બાદ તે લગેજ સીધો ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વિમાન સુધી પહોંચાડી દેવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad airport, અમદાવાદ, એરપોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन