આજથી શરૂ થશે સંસદનું સત્ર, હોબાળાના અણસાર

Parthesh Nair | IBN7
Updated: April 25, 2016, 8:27 AM IST
આજથી શરૂ થશે સંસદનું સત્ર, હોબાળાના અણસાર
સંસદમાં આજથી શરૂ થવા જઇ રહેલ સત્રમાં હોબાળો થવાની શક્યતા છે અને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાને લઇને વિપક્ષ સરકારના ઘેરાવ કરે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

સંસદમાં આજથી શરૂ થવા જઇ રહેલ સત્રમાં હોબાળો થવાની શક્યતા છે અને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાને લઇને વિપક્ષ સરકારના ઘેરાવ કરે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

  • IBN7
  • Last Updated: April 25, 2016, 8:27 AM IST
  • Share this:
નવી દિલ્હી# સંસદમાં આજથી શરૂ થવા જઇ રહેલ સત્રમાં હોબાળો થવાની શક્યતા છે અને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાને લઇને વિપક્ષ સરકારના ઘેરાવ કરે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. જોકે, સરકાર પણ તેને પહોંચી વળવા માટે પૂરી તૈયારીમાં છે. સરકારે સત્ર માટે ભારે એજન્ડા નક્કી કર્યા છે, જેમાં લોકસભામાં 13 વિધેયક અને રાજ્યસભામાં 11 વિધેયક પસાર કરવાનો સમાવેશ છે. સરકારના નેતાઓમાં આ વાતને લઇને સર્વસંમત છે અને શરૂઆતના થોડા દિવસોમાં જીએસટી જેવા વિવાદિત મુદ્દાઓને આગળ વધારવું સંભવ નહીં થાય.

જેડીયૂ અને અન્ય વિપક્ષના દળોના સમર્થનથી કોંગ્રેસ ઉત્તરાખંડ અને અરૂણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાને લઇને કેન્દ્રનો ઘેરાવ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેઓએ આને ફેડરલ બંધારણ પર હુમલો ગણાવ્યો છે.

સરકારી સૂત્રોએ દાવો કર્યો છે કે, વર્ષ 1951થી દેશમાં 111 વાર રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યો છે, જેમાંથી 91 વાર રાષ્ટ્રપતિ શાસન ત્યારે લાગૂ થયું છે, જ્યારે બીજેપી અથવા એનડીએ સત્તામાં ન હતા. આ સત્ર તેવા સમયે શરૂ થઇ રહ્યું છે, જ્યારે ઉત્તરાખંડ રાજકીય સંકટને લઇને વિવાદ ઉત્પન્ન થઇ ગયું છે અને દસ રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિઓ છે. ઘણા વિપક્ષ દળોએ ઉત્તરાખંડના મુદ્દા પર સત્રના પ્રથમ દિવસ પ્રશ્નકાળને સસ્પેન્ડ કરવા માટે નોટિસ આપી છે અને પ્રથમ સપ્તાહમાં દુષ્કાળ અંગે ચર્ચાની માંગ કરી છે.
First published: April 25, 2016, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading