Home /News /madhya-gujarat /

કરુણ ઘટના! અમદાવાદઃ બે બાળકોને રમતા મૂકી પરિણીતાએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા, કારણ અકબંધ

કરુણ ઘટના! અમદાવાદઃ બે બાળકોને રમતા મૂકી પરિણીતાએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા, કારણ અકબંધ

પરિણાતની તસવીર

પતિ સાંજે ઘરે આવ્યા ત્યારે બંને બાળકો ઘરમાં રડી રહ્યા હતા અને મમ્મી દરવાજો નથી ખોલતી કહ્યું હતું.

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં એક પરિણીતાએ ગળે (marride woman suicide) ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. પતિ કામને લઈને બહાર ગયા હતા અને બે બાળકોને રમતા મૂકી પરિણીતાએ આત્મ હત્યા કરી લીધી છે. જો કે જ્યારે પરિણીતાના પતિ ઘરે આવ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી છે.

શહેરના ઓઢવ વિસ્તારમાંબે બાળકો અને પતિ સાથે રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાંચ અને ત્રણ વર્ષના નાના બાળકોને બહાર રૂમમાં મૂકી અને ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાનો પતિ રવિવારે કામ હોવાથી સવારનાં સમયે બહાર ગયો હતો.

પરિણીતાની તસવીર


જ્યારે તેઓ સાંજે ઘરે આવ્યા ત્યારે બંને બાળકો ઘરમાં રડી રહ્યા હતા અને મમ્મી દરવાજો નથી ખોલતી કહ્યું હતું. જેથી પરિણીતાના પતિએ તેમની પાસે રહેલ બીજી ચાવીથી દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ તેઓ પણ ચોંકી ગયા હતા. કારણ કે પરિણીતા ગળેફાંસો ખાધેલી હાલમાં જોવા મળી હતી.

આ પણ વાંચોઃ-

પરિણીતાએ વિલ્સન ખેડિયા સાથે વર્ષ 2013માં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓ ઓઢવ વિસ્તારમાં આવેલ સિલ્વર હેબિતેટ ખાતે રહેતા હતા. પરિણીતાના પતિ રવિવારે કામ હોવાથી બહાર ગયા હતા.



તે દરમિયાન પરિણીતાએ આ પગલું ભર્યું છે. જો કે પરિણીતાએ ક્યા કારણોસર આ પગલું ભર્યું તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. પરંતુ સમગ્ર બનાવની જાણ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.
Published by:ankit patel
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन