અમદાવાદ : વડાપ્રધાન મોદી આ વર્ષે 20મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના તાલ્કાતોરા સ્ટેડિયમ ખાતે "પરીક્ષા પે ચર્ચા 2020" કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે "ટાઉન હોલ" કરશે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા માટે વડાપ્રધાન મોદી સતત ત્રીજા વર્ષે આ કાર્યક્રમ કરી રહ્યા છે. આ કાર્યક્રમ 20મી જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે યોજાશે. દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ અને સ્કૂલોમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાજ્યમાંથી આ વર્ષે 42 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા જવાના છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા શિક્ષિકા રેખાબેન ગોસ્વામીએ ન્યૂઝ 18 સાથે વાતતીચ કરી હતી.
તેમણે એક ખાસવાતચીતમાં જણાવ્યું “ હું ભાવનગરની મુક્તા લક્ષ્મી મહિલા વિદ્યાલયમાં 23 વર્ષથી સાયન્સ ટીચર તરીકે અભ્યાસ કરાવું છું. ગાંધીનગરમાંથી શાળાઓના કમિશનર દ્વારા મારી પસંદગી કરવામાં આવી છે. સમગ્ર ભારતના 1037 વિદ્યાર્થીઓમાંથી રાજ્યના 42 વિદ્યાર્થીઓ સાથે 5 શિક્ષકો જશે તેમાની એક હું છું. જ્યારથી દેશ આઝાદ થયો ત્યારબાદ નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન છે જે બાળકો સાથે પરીક્ષાના મુદ્દે કરે છે. દરેક રાજ્યોના બાળકો એકબીજાને મળે તેમના પ્રશ્નો રજૂ કરે અને આ અભિગમથી કઈક નવું જાણવા મળે.”
રેખાબેન ગોસ્વામીએ ઉમેર્યુ હતું કે 'મારા માટે આ સુવર્ણ તક છે. ગુજરાતમી કહેવત છે કે મને બગાસુ ખાતા પતાસુ મળ્યું છે. મને સુવર્ણ તક મળી છે બાળકો સાથે રહીને હું જે શીખીશ તે મારા વિદ્યાર્થીઓને પણ કામ આવશે. આ પ્રયોગ બાળકો માટે ખૂબ કારગર નિવડશે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર