ધાનાણીએ વિપક્ષ નેતાનો સંભાળ્યો ચાર્જ, અનાજના અનોખા બુકે અપાયા

News18 Gujarati
Updated: January 22, 2018, 1:38 PM IST
ધાનાણીએ વિપક્ષ નેતાનો સંભાળ્યો ચાર્જ, અનાજના અનોખા બુકે અપાયા
પરેશ ધાનાણીને ઘઉં, ચણા અને જુવારના બુકે આપી શુભેચ્છા પાઠવવામાં આવી...

પરેશ ધાનાણીને ઘઉં, ચણા અને જુવારના બુકે આપી શુભેચ્છા પાઠવવામાં આવી...

  • Share this:
ગાંધીનગર ખાતે વહેલી સવારે 9.30 કલાકથી કોંગ્રેસ ધારાસભ્યોની મીટીંગ ચાલી રહી હતી તે પૂર્ણ થઈ છે. આ બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પદે પરેશ ધાનાણીએ ચાર્જ સંભાળ્યો છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કોંગ્રેસ ધારાસભ્યો  બેઠક પૂર્ણ થઈ છે, ત્યારબાદ ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પદ તરીકે પરેશ ધાનાણીએ ચાર્જ સંભાળી લીધો છે. આ બેઠકમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના તમામ ધારાસભ્યો હોજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે, પરેશ ધાનાણીને ઘઉં, ચણા અને જુવારના બુકે આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કહેવામાં આવ્યું કે પરેશ ધાનાણી વિધાનસભામાં ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરશે, તે માટે તેમને અનોખા બુકે આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગંધીનગરમાં કોંગ્રેસની મળેલી આ બેઠકમાં કોંગ્રેસ ઉપનેતા, દંડક અને જાહેર હિસાબ સમિતીના ચેરમેનના નામની પણ જાહેરાત કરવામાં આવશે. સાથે આ બેઠકમાં કોંગ્રેસના છાયા પ્રધાન મંડળની પણ જાહેરાત કરવામાં આવશે. જેમાં એક મંત્રી પાછળ કોંગ્રેસના બે ધારાસભ્યોને કામે લગાવવામાં આવશે.

પરેશ ધાનાણીનું વિપક્ષ નેતા તરીકેનું પ્રથમ નિવેદન

 
First published: January 22, 2018, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading