હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અત્યાચાર નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સમાજમાં સમભાવ કેળવાય અને ચોક્કસ સમાજના લોકો ઉપર અત્યાચાર કે અન્યાન થાય તે માટે સરકાર પગલાં લેવા અંગે ચર્ચા થઇ હતી. અને સરકારે સકારાત્મક્તા દાખવી હોવાનું વિપક્ષ નેતા પરેશ ધાણાનીએ જણાવ્યું હતું.
કોંગ્રેસ નેતા પરેશ ધાણાનીએ જણાવ્યું હતું કે, 2004થી 18 વર્ષો દરમિયાન વારંવાર રજૂઆત છતાં રાજ્યમાં અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિના લોકો ઉપર થતાં વારંવાર અત્યાચારના નિવારણ અંગે કાયદાની જોગવાઇ હેઠળ છ મહિનામાં એકવાર મળતી મિટિંગોની ક્યાંકના ક્યાંક વિલંબ થતો હોય છે. ગઇ વખતની મિટિંગમાં અમે રજૂઆત કરી હતી.
સરકારે સકારાત્મક અભિગમ દર્શાવીને રાજ્યમાં વર્ષમાં બે વખત કમિટિની મિટિંગ બોલાવવી એ વાત સ્વિકારી હતી. જેના ભાગ રૂપે આજે રાજ્ય સ્તરની તકેદારી અને મોનિટરિંગની મિટિંગ મળી હતી. અને આ સમાજના લોકો ઉપર થયેલા અત્યાચારોના કેસોની રિવ્યુ કરવામાં આવ્યા હતા. એમ છતાં ઓક્ટોબર 2018 અને મે 2019ના 8 મહિનાના ટૂંકા ગાળામાં 900 કરતા કેસો રાજ્યની અંદર નવા નોંધાયા છે. 10000થી વધારે કેસો કોર્ટમાં પડતર પડ્યા છે. સરેરાશ 3 ટકા કરતા ઓછો કન્વિક્શન રેટ છે. આ અંગે રજૂઆત કરી છે.
ખાસ કરીને સામાજિક સમરસતા જળવા અને સામાજિક એક્તા થાય તે માટે રાજ્ય સરકાર અને વિપક્ષ એમ બંને જ્યાં જ્યાં કેસો બન્યા છે. એ કેસોમાં સકારાત્મક ભૂમિકા કરે એની પણ ચર્ચા કરી છે. આવા કેસોમાં સકારાત્મક આગળ વધવું જોઇએ એવી વાત પણ સ્વીકારી છે. મહિલાઓના ઉત્પિડન કરનારા લોકોને કડકમાં કડક સજા નહીં આપવામાં આવે ત્યાં સુધી આવા બનાવો બનતા રહે। સરકારે આગળ આવીને કાર્યવાહી કરી જોઇએ.