પરેશ ધાનાણીનો વધુ એક અંદાજ : મતદારોને રીઝવવા રાંધણ ગેસ સિલિન્ડર પર બેસીને સભા સંબોધી

પરેશ ધાનાણીનો વધુ એક અંદાજ : મતદારોને રીઝવવા રાંધણ ગેસ સિલિન્ડર પર બેસીને સભા સંબોધી
પરેશ ધાણાનીની તસવીર

હાલમાં પેટ્રોલના ભાવ 86 રૂપિયા અને ડીઝલના ભાવ 83 રૂપિયા જ્યારે રાંધણગેસ સિલિન્ડર ના ભાવ 770 રૂપિયા થઈ ગયા છે. ત્યારે પરેશ ધાનાણીએ વધતી મોંઘવારી મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા.

  • Share this:
અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને  (Gujarat local body polls) આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી (congress leader paresh dhanani) ફરી એકવાર અલગ અંદાજમાં જોવા મળ્યા. હાલ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અમદાવાદના વિરાટનગરમાં રાંધણગેસ સિલિન્ડર પર બેસીને સભાને સંબોધન કર્યું અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો.

આમ તો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના અનેકવાર  અલગ અલગ અંદાજમાં ફોટો અને વિડિઓ વાયરલ થતા હોય છે. ક્યારેક સીટી બસ ચલાવતા, ક્યારેક પુરીઓ તળતા ક્યારેક સ્કૂટર કે બાઇક ચલાવતા વિડીયો વાયરલ થયેલા છે. અને દરેક વખતે આ વાયરલ વીડિયો થકી ચર્ચામાં રહેતા હોય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે.તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી રાંધણ ગેસ સિલિન્ડર પર બેસી સભા સંબોધી. હાલમાં પેટ્રોલના ભાવ 86 રૂપિયા અને ડીઝલના ભાવ 83 રૂપિયા જ્યારે રાંધણગેસ સિલિન્ડર ના ભાવ 770 રૂપિયા થઈ ગયા છે. ત્યારે પરેશ ધાનાણીએ વધતી મોંઘવારી મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પાંચ કૂવા સાઈકલ ખરીદવા જતા પહેલા સાવધાન, કસરત કરવાની સાઈકલ વેપારીને રૂ.3.50 લાખમાં પડી

આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

સાથે જ કોંગ્રેસની સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવશે તો લોકોના ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડશે,  સરકારી હોસ્પિટલમાં મફત સારવાર, દરેક વિસ્તારમાં ખાનગી શાળાને ટક્કર મારે તેવી મોર્ડન ઈંગ્લીશ સ્કૂલ, સમગ્ર શહેરમાં વિદ્યાર્થીઓ માટે  ફ્રી વાયફાય ઝોન, મલ્ટી લેવલ પાર્કિગમાં નાના મોટા વાહનો માટે ફ્રી પાર્કિગ વ્યવસ્થા સહિત રોડ રસ્તાઓ અને અલગ અલગ સુવિધાઓ પુરી પાડવાનો કોંગ્રેસએ સંકલ્પ કર્યો છે તેવું જણાવ્યું હતું.મહત્વનું છે કે હાલ ચૂંટણી સમયે ઉમેદવાર કોઈ ઘોડા પર બેસીને કોઈ સાયકલ પર બેસીને, કોઈ હાથી પર બેસીને કોઈ રોડ શો કરીને મતદારોને રીઝવવા પ્રયાસ કરતા હોય છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી રાંધણ ગેસ સિલિન્ડર બેસીને સભા કરતા તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
Published by:ankit patel
First published:February 16, 2021, 23:01 pm

ટૉપ ન્યૂઝ