RTE હેઠળ પ્રવેશ મેળવવા અમદાવાદમાં વાલીઓનો ધસારો, બેઠક કરતા બે ગણા ફોર્મ ભરાયા
RTE હેઠળ પ્રવેશ મેળવવા અમદાવાદમાં વાલીઓનો ધસારો, બેઠક કરતા બે ગણા ફોર્મ ભરાયા
અમદાવાદ શહેર (Ahmedabad City)માં બેઠક કરતા બે ગણા ફોર્મ ભરાયા છે.
Ahmedabad RTE Admission: અમદાવાદ શહેર (Ahmedabad City)માં બેઠક કરતા બે ગણા ફોર્મ ભરાયા છે. રાજ્ય ભરમાં આ વર્ષે 70 હજાર જેટલી બેઠકો પર બાળકોને પ્રવેશ મળે તે માટે પ્રવેશ પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. મોટા ભાગે ગરીબ વર્ગના બાળકોને ખાનગી શાળામાં સારું શિક્ષણ મળે તે માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ માટે હાલ રાઈટ ટુ એજ્યુકેશન (Right to education) હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ખાનગી સ્કૂલ (Private school) માટે પ્રથમ વર્ષના 25 ટકા બેઠકો આરટીઈ (RTE) હેઠળ ફાળવવામાં આવેલી છે. જે અંતર્ગત 11 એપ્રિલ સુધી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેવાની છે. ત્યારે અમદાવાદમાં RTE હેઠળ પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે.
અમદાવાદ શહેર (Ahmedabad City)માં બેઠક કરતા બે ગણા ફોર્મ ભરાયા છે. રાજ્ય ભરમાં આ વર્ષે 70 હજાર જેટલી બેઠકો પર બાળકોને પ્રવેશ મળે તે માટે પ્રવેશ પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. મોટા ભાગે ગરીબ વર્ગના બાળકોને ખાનગી શાળામાં સારું શિક્ષણ મળે તે માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. જો કે આ વખતે RTE હેઠળ પ્રવેશ મેળવવામાં વાલીઓનો બજારે ધસારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં 12579 બેઠક સામે 27 હજારથી વધુ ફોર્મ એટલે કે બે ગણા ફોર્મ ભરાયા છે.
આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઓફિસ સુપરિટેનડેન્ટ ભરતસિંહ ગોહિલ જણાવે છે કે, RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે. અમદાવાદ શહેર 12579 બેઠક માટે 27524 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. RTE હેઠળ 17877 ફોર્મ એપ્રુવ થયા છે. સરનામામાં ભૂલ, દસ્તાવેજમાં નામ લખવાની ભૂલ સહિત ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલના કારણે 2846 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહી ગયું હોય, ફોર્મમાં વિગતો પુરી ન ભરી હોય તેવા અધૂરી માહિતી વાળા 3441 ફોર્મ કેન્સલ થયા છે.
RTE હેઠળ ફોર્મ ભરવાની 11 એપ્રિલ છેલ્લી તારીખ છે. જે કોઈ વાલીના ફોર્મ રિજેક્ટ થયા છે કે કેન્સલ થયા છે તેઓ ફોર્મ ભરવાની જે 11 તારીખ સુધીની સમય મર્યાદા છે તે મુજબ ફરી યોગ્ય માહિતી સાથે ફોર્મ ભરી શકે છે. મહત્વનુ છે કે RTE હેઠળ પ્રવેશ મેળવવા 25 હજાર ફોર્મ આવ્યા હતા. જોકે આ વર્ષે અત્યાર સુધીમાં ફોર્મ ભરવાનો આંક 27 હજારને પાર પહોંચ્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર