અમદાવાદ : શાળામાં વિદ્યાર્થીઓને એડમિશન ન આપતા વાલીઓનો હોબાળો

News18 Gujarati
Updated: May 31, 2019, 3:17 PM IST
અમદાવાદ : શાળામાં વિદ્યાર્થીઓને એડમિશન ન આપતા વાલીઓનો હોબાળો
જય સોમનાથ શાળામાં વાલીઓનો હોબાળો

અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલી જય સોમનાથ સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો છે.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ: દસ દિવસ પહેલા એટલે કે 21મી મેનાં રોજ ધોરણ 10નું પરિણામ આવી ગયું છે. હાલ વિદ્યાર્થીઓને મોટાભાગે એડમિશન મળી ગયા હોય. ત્યારે અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલી જય સોમનાથ સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો છે. જે વિદ્યાર્થી પહેલેથી જ આ શાળામાં હોય અને તેવાને ધોરણ 11 કોમર્સમાં એડમિશન આપવામાં ન આવ્યો અને તેમને એલસી આપી દેતા વાલીઓમાં રોષ ફેલાયો છે.

વાલીઓએ શાળાનાં પ્રાંગણમાં જ 'શિક્ષણનું વેપારીકરણ બંધ કરો'ના લાગ્યા નારા લગાવ્યાં હતાં. ધોરણ 11નાં 15 વિધાર્થીઓનાં ઓછા ટકા આવ્યાં હતાં જેને કારણે સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : લઘુમતિ શાળાઓએ RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે

આ વાલીઓનું તેમનું કહેવું છે કે બાળકોનાં ઓછા ટકા આવ્યાં છે એટલે એલસી આપી દેવામાં આવ્યાં છે પરંતુ હવે ઓછા ટકાને કારણે બીજી શાળા પણ સવાલો કરે છે. આ શાળા વહેલા તે પહેલાનાં ધોરણે એડમિશન આપી દીધું છે. પરંતુ શાળાએ મેરિટનાં આધારે શાળામાં એડમિશન આપવા જોઇએ.

આ પણ વાંચો : અમદાવાદની સેવન્થ ડે શાળામાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી

આ પહેલા પણ જય સોમનાથ શાળા વિવાદમાં આવી હતી. થોડા સમય પહેલા ખોખરાની જયસોમનાથ સ્કૂલમાં સુપરવાઇઝરે વિદ્યાર્થીને નજીવી બાબતમાં માર માર્યો હોવાની વાલીએ ફરિયાદ કરી હતી. વાલીએ અરજીમાં કહ્યું હતું કે ' ધો. 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સુપરવાઇઝરે માર માર્યો હતો. તેમના ક્લાસ ટીચર ન આવ્યા હોવાથી બાળકો ક્લાસરૂમમાં અંદરો-અંદર વાતચીત કરતા હતા. ત્યારે સુપરવાઇઝર અમૃતભાઇ ત્યાંથી પસાર થતા તેમણે રાહૂલને માર માર્યો હતો. માર એટલો વધારે પ્રમાણમાં હતો કે તે ત્યાં જ પેશાબ પણ કરી ગયો હતો. તેને છેલ્લા કેટલાક સમયથી ટાઇફોઇડ હતો. વાલીએ એવી પણ રજૂઆત કરી છે કે, આ મુદ્દે જ્યારે સ્કૂલ સંચાલક અને આચાર્યને રજૂઆત કરવામાં આવી તો તેમણે કોઇ ધ્યાન ન આપ્યું'.
First published: May 31, 2019, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading