અ'વાદઃ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 3 કલાક બાળકોને ગોંધી ધમકાવ્યા, CCTV ગુમ

News18 Gujarati
Updated: April 1, 2019, 4:55 PM IST
અ'વાદઃ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 3 કલાક બાળકોને ગોંધી ધમકાવ્યા, CCTV ગુમ
શિક્ષણાધિકારી અને DEOએ સ્કૂલમાં ગંભીર બેદરકારી અને કઇક ખોટું થયાનું જાણ થતા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલના સીસીટીવી ફૂટેજ રૂમને તાળા મારી દીધા.

શિક્ષણાધિકારી અને DEOએ સ્કૂલમાં ગંભીર બેદરકારી અને કઇક ખોટું થયાનું જાણ થતા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલના સીસીટીવી ફૂટેજ રૂમને તાળા મારી દીધા.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ: અમદાવાદમાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની ગંભીર લાપરવાહી સામે આવી છે. અહીં શાળાના ક્લાસરૂમમાં ત્રણ કલાક સુધી બાળકોને ગોંધી રાખ્યા અને એટલું જ નહીં રૂમમાં ગોંધી ધમકાવ્યાનો પણ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ તપાસમાં બહાર આવ્યું છે ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ પણ ગાયબ કરી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદમાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકો પર અત્યાચાર ગુજાર્યાની ફરિયાદ વાલીઓએ કરી છે. વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓને સ્કૂલના ક્લાસરૂમમાં સતત ત્રણ કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા, આ દરમિયાન બાળકોને ધમકાવવામાં પણ આવ્યા છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ખુશખબર! આજથી આ વસ્તુઓ થઈ જશે સસ્તી

વાલીઓની ફરિયાદ બાદ DEO અને એજ્યુકેશન ઓફિસરે સ્કૂલમાં તપાસ હાથ ધરી હતી. તેઓએ સ્કૂલમાં લગાવેલા સીસીટીવી ચેક કર્યા હતા, જો આ દરમિયાન બહાર આવ્યું કે જે ક્લાસરૂમમાં બાળકોને ગોંધી રાખ્યા હતા તે ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ ગાયબ છે. નિયમ પ્રમાણે સ્કૂલમાં તમામ ક્લાસરૂમમાં સીસીટીવી ચાલુ હોવા ફરજિયાત છે.

શિક્ષણાધિકારી અને DEOએ સ્કૂલમાં ગંભીર બેદરકારી અને કઇક ખોટું થયાનું જાણ થતા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલના સીસીટીવી ફૂટેજ રૂમને તાળા મારી દીધા છે. એટલું જ નહીં નિયમોનું ઉલ્લંઘન જણાતા સ્કૂલના સંચાલકો સામે તપાસના આદેશ પણ આપ્યા છે.
First published: April 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading