પાંજરાપોળ અકસ્માતનો મામલો, શહેરમાં ડમ્પર વગર પરવાનગીએ દોડતું હતું


Updated: December 13, 2019, 9:52 PM IST
પાંજરાપોળ અકસ્માતનો મામલો, શહેરમાં ડમ્પર વગર પરવાનગીએ દોડતું હતું
પ્રતિકાત્મક તસવીર

પાંજરાપોળ પાસે ગત 10 ડિસેમ્બરે ડમ્પર અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટીવા પર સવાર મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું

  • Share this:
અમદાવાદ : અમદાવાદ પાંજરાપોળ પાસે ગત 10 ડિસેમ્બરે ડમ્પર અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટીવા પર સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ મામલે એમ. ડીવીઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે શિવ શક્તિ ટ્રાન્સપોર્ટના ડમ્પરની પરવાનગી ન હતી.

કાલુપુરથી ખરીદી કરીને ઘરે જઈ રહેલા સુભદ્રાબેન ચોકસી અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાસે પહોચ્યા ત્યારે પાછળથી આવી રહેલ ડમ્પરે જોરદાર ટક્કર મારતા સુભદ્રાબેન નીચે પટકાયા હતા અને ટ્રક તેમના પર થી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જેમાં આ મામલે એમ.ડીવીઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી હતી અને ડમ્પર ચાલકની ધરપકડ કરીને ડમ્પર પણ કબજે કર્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદમાં 335 કરોડ રુપિયાના ખર્ચે નવા 7 ફલાય ઓવરબ્રીજનું નિર્માણ થશે

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડમ્પર શિવ શક્તિ ટ્રાન્સપોર્ટનું હતું. અમદાવાદ શહેરમાં ભારે વાહન પ્રવેશ કરવા માટે પરમીટ મેળવવું જરૂરી છે. જોકે અમદાવાદ શહેરમાં પોતાના અંગત લાભ માટે વગર પરમીટ ડમ્પર લાંબા સમયથી પ્રવેશ કરાવી ટ્રાફિકના જાહેરનામનો ભંગ અને છેતરપિંડી કરેલી હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે ટ્રાન્સપોર્ટને 14 ડમ્પરની જ પરમીટ આપવામાં આવી છે. જ્યારે બે ડમ્પર ગેરકાયદે રીતે પરમીટ વગર હંકારી રહ્યા હતા. આ સાથે જ ઉજાલા સર્કલ પાસે થી જ્યારે ડમ્પરે શહેરમાં પ્રવેશ લીધો ત્યારે સર્કલ પર પોલીસ પોઇન્ટમાં પરમીટ તપાસ કરનાર પોલીસની સામે પણ તપાસ કરવામાં આવશે. કારણ કે પોલીસે પરમીટ ચેક ન કરી અને જેથી ડમ્પર શહેરમાં પ્રવેશ્યું જેને લઈ બેદરકારીને લઈ તપાસ કરવામાં આવશે.
First published: December 13, 2019
વધુ વાંચો
अगली ख़बर