Innovation: રસોઈમાં વપરાતા બળેલા વેસ્ટ તેલમાંથી બનેલા બાયો ડિઝલથી હવે રસ્તા પર દોડશે વાહનો, જાણો કેવી રીતે?
Innovation: રસોઈમાં વપરાતા બળેલા વેસ્ટ તેલમાંથી બનેલા બાયો ડિઝલથી હવે રસ્તા પર દોડશે વાહનો, જાણો કેવી રીતે?
ઈનોવેશનની તસવીર
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના (Pandit Deendayal Energy University) ઇનોવેટર્સ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ (Best from the West) ઇનોવેશનને (Innovation) તૈયાર કર્યું છે.
અમદાવાદ: શું રસોઈમાં વપરાતા અને દાજી ગયેલા તેલ કે પછી ફરસાણની દુકાનમાં ફરસાણ બનાવી વપરાયેલું બળેલા તેલમાંથી (used oil) બાયો ડીઝલ (Biodiesel) બની શકે. જાણીને તમે પણ ચોંકી જશો અને તમારા મોઢામાંથી પણ ઓહ માય ગોડ (OMG) નીકળી જશે તે નક્કી છે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના (Pandit Deendayal Energy University) ઇનોવેટર્સ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ (Best from the West) ઇનોવેશનને (Innovation) તૈયાર કર્યું છે.
PDEUના ઇનોવેટર્સએ તૈયાર કરેલો બાયો ડીઝલ પ્રોજેકટ પ્રદર્શનમાં મુકાયો છે. આવો જાણીએ કેવી રીતે તૈયાર થાય છે એ બાયો ડીઝલ અને કેવી રીતે હાલમાં વાહનોમાં ઈંધણ તરીકે વપરાતા ડિઝલનો વિકલ્પ બનશે. અને કેવીરીતે આ બાયો ડીઝલથી રસ્તાઓ પર વાહનો દોડશે.
સામાન્ય રીતે વેસ્ટમાં જતુ એડિબલ અને નોન એડબલ ઓઇલમાંથી બાયોડિઝલ બનાવવાનો પ્રોજ્ક્ટ પણ એજ્યુકેશન સમિટમાં રજુ કરવામા આવ્યો છે. મોટેભાગે આપણે તેલનો ઉપયોગ કર્યા બાદ તેને નાળામાં વહાવી દેવામાં આવતુ હોય છે. જે પર્યાવરણ માટે ખૂબ જ ઘાતક છે ત્યારે તેનો વિકલ્પ PDEUના ઉદ્યોગ સાહસિકોએ શોધી કાઢ્યો છે.
વેસ્ટ તેલમાંથી બાયોડીઝલ બનાવવાના પ્રોજેક્ટ ને સફળતા હાથ લાગી છે પીડીપીના અધ્યાપકએ ન્યૂઝ 18સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટ અથવા તો ફાઇસ્ટાર કેટેગરીની હોટેલમાં એકવાર તળ્યા બાદ બીજી વાર તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને તેને વેસ્ટમાં જવા દેવામાં આવે છે ત્યારે તેમાંથી બાયોડીઝલ તૈયાર કરવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિ 30 રૂપિયા લિટરમાં એ બળેલું તેલ અમને આપી શકે છે અને તેમાંથી અમે બાયોડીઝલ તૈયાર કરીએ છીએ. 100 લિટરમાંથી 95 લિટર બાયો ડિઝલ તૈયાર થાય છે. યુનિવર્સિટીના ડાયરેકટર ડો. રાકેશ વીજનો દાવો છે કે, તેઓ વેસ્ટ વસ્તુઓમાંથી પ્રોસેસ કરીને બાયોડિઝલ બનાવી રહ્યા છે. જેમાં રસોઈમાં વપરાયેલા ખાધ તેલનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.
તેમનું બયોડીઝલ બજારમાં મળતા ડીઝલ કરતા 40 ટકા સસ્તું હશે અને ડીઝલથી ચાલતા તમામ વાહનોમાં તેનો ઉપયોગ થઈ શકશે. યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે, આગામી માસના અંતમાં તેઓ બાયોડીઝલનું ઉત્પાદન શરૂ કરી દેશે. સેલ પેટ્રોલિયમ લિમિટેડ સાથે મળીને પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી પોતાના કેમ્પસમાં જ આ પ્લાન્ટ શરૂ કરશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર