પાલડીની કૃષિ ભવન બિલ્ડીંગ જર્જરિત, કર્મચારીઓ ભયના ઓથાર નીચે કરી રહ્યા છે કામ


Updated: June 20, 2020, 7:27 PM IST
પાલડીની કૃષિ ભવન બિલ્ડીંગ જર્જરિત, કર્મચારીઓ ભયના ઓથાર નીચે કરી રહ્યા છે કામ
પાલડીની કૃષિ ભવન બિલ્ડીંગ જર્જરિત, કર્મચારીઓ ભયના ઓથાર નીચે કરી રહ્યા છે કામ

આ બિલ્ડીંગના છતમાંથી પોપડા પડી રહ્યા છે, દિવાલોમાં તિરાડો પડી ગઈ છે તેમ છતાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે

  • Share this:
અમદાવાદ : પાલડીમાં આવેલી કૃષિ ભવન બિલ્ડીંગના પ્રવેશ દ્વાર પર જ નોટિસ લગાવી છે કે સાવધાન બિલ્ડીંગની આસપાસ ફરકવું ભયજનક છે, તેમ છતાં પણ બિલ્ડીંગની અંદર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ બિલ્ડીંગ વર્ષ 1966માં બની હતી. આ બિલ્ડીંગને ચાર દાયકાથી વધુ સમય વીતી ગયો છે. હાલ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. ચાર માળની બિલ્ડિંગમાં કિચન વિભાગ, જિલ્લા રજિસ્ટ્રાર, જિલ્લા રજિસ્ટ્રાર રૂલર, જમીન વિકાસ વિભાગ, પશુપાલનના ત્રણ વિભાગ અને બાગાયત વિભાગની કચેરીઓ આવેલી છે. આ બિલ્ડીંગના છતમાંથી પોપડા પડી રહ્યા છે. દિવાલોમાં તિરાડો પડી ગઈ છે તેમ છતાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કર્મચારીઓને એક બાજુ કોરોનાનો ડર અને બીજી બાજુ છત પડવાનો ભય સતાવી રહ્યો છે.

બિલ્ડીંગ ખાલી કરી નાખવા માટે નોટિસ પણ આપી દીધી છે. કૃષિભવનમાં 8 અલગ અલગ વિભાગ ચાલી રહ્યા છે. પરંતુ અલગ અલગ વિભાગની વૈકલ્પિક વ્યવસ્થા થયા બાદ કચેરીઓ ખાલી કરશે. જોકે પશુપાલનના વિભાગે તો વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે પરંતુ બીજા વિભાગોની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તો કર્મચારીઓએ ભય સાથે નોકરી કરવી પડશે.


આ પણ વાંચો - મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ : વિવાદના અંત માટે સરકારે ભૂપેન્દ્રસિંહને મેદાને ઉતાર્યાં

અમદાવાદ જિલ્લા પશુપાલન વિભાગની ત્રણ કચેરી અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ કૃષિભવનમાં ચાલી રહી છે. અમદાવાદ પશુપાલન વિભાગના નાયબ નિયામક ડો.સુકેતુ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે એક સપ્તાહમાં કૃષિ ભવનમાંથી કચેરીને બદલી દેવામાં આવશે. અમદાવાદ મકરબા ખાતે પશુપાલન સંકુલ તૈયાર થઈ રહ્યું છે પરંતુ લૉકડાઉનના કારણે થોડું મોડું થયું છે. કચેરી બદલવા માટેની કામગીરી ચાલી રહી છે. કર્મચારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે જર્જરિત છત નીચે બેસે નહીં.
First published: June 20, 2020, 7:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading