અમદાવાદઃ રાજસ્થાનના ઉદેપુરમાં છ મહિનાનો વનવાસ ભોગવી રહેલા ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સાથે ગઇકાલે રાજપૂત સમાજની બેઠક બાદ રાજકારણ ગરમાયું છે. રાજપૂત સમાજે હાર્દિક પટેલના અનામત આંદોલનને ટેકો પણ હાજર કર્યો છે.
ઉદયપુરમાં હાર્દિકના હંગામી ઘર ખાતે રાજપૂત સમાજના 27 જેટલાં સભ્યો હાર્દિક પટેલને મળવા પહોંચ્યા હતા. જેમાં અધ્યક્ષ સંજયસિંહ રાઠોડ પણ ખાસ હાજર રહ્યા હતા. રાજપૂત સમાજ અને હાર્દિક પટેલ વચ્ચે એક બેઠક પણ થઈ હતી. જેમાં રાજપુત સમાજે હાર્દિક પટેલના અનામત આંદોલન માટે ટેકો જાહેર કર્યો હતો.
નોધનીય છે કે, આગામી 2017માં ગુજરાતમાં વિધાનસભા ચુંટણીઓ આવી રહી છે ત્યારે રાજપૂત સમાજ અને પાટીદાર સમાજ સાથે મળીને રણનિતી ઘડશે તેવી અટકળો પણ આ મુલાકાત બાદ લગાવાઇ રહી છે. ત્યારે બીજી તરફ રાજપૂતોનું સમર્થન મળતા હાર્દિક પટેલના ચહેરા પર ખીલખીલાટ જોવા મળતો હતો અને જોશ બમણો થયો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અનામત આંદોલન, ગુજરાત, દેશ વિદેશ, પાટીદાર આંદોલન, રાજપૂત સમાજ, રાજસ્થાન, હાર્દિક પટેલ