Home /News /madhya-gujarat /કાશ્મીરમાં પકડાયેલા આતંકવાદીએ કહ્યું-હું લાહોરનો રહેવાસી છું

કાશ્મીરમાં પકડાયેલા આતંકવાદીએ કહ્યું-હું લાહોરનો રહેવાસી છું

#પાકિસ્તાનની પાક હરકતનો ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો થયો છે. કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસી પાસે નૌગામ સેક્ટરમાં થયેલી અથડામણ દરમિયાન જીવતા પકડાયેલા આતંકવાદીઓએ કબુલાત કરી છે કે તે પાકિસ્તાનનો છે. પોતાની કબુલાતમાં પાકિસ્તાનને ફરી એકવાર બેનકાબ કરતાં તેણે કહ્યું કે, આ આતંકીએ કબુલ કર્યું કે તે પાકિસ્તાનના લાહોરનો રહેવાસી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પાકિસ્તાનની પાક હરકતનો ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો થયો છે. કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસી પાસે નૌગામ સેક્ટરમાં થયેલી અથડામણ દરમિયાન જીવતા પકડાયેલા આતંકવાદીઓએ કબુલાત કરી છે કે તે પાકિસ્તાનનો છે. પોતાની કબુલાતમાં પાકિસ્તાનને ફરી એકવાર બેનકાબ કરતાં તેણે કહ્યું કે, આ આતંકીએ કબુલ કર્યું કે તે પાકિસ્તાનના લાહોરનો રહેવાસી છે.

લાહોરના આતંકીએ વધુ કબુલાત કરતાં કહ્યું કે, એ લાહોરનો છે અને એનો જન્મ 17-12-1995માં થયેલો છે. સાથોસાથ એણે જણાવ્યું કે, એને મુજફ્ફરાબાદથી 9 કલાક દુર ટ્રેનિંગ આપવામાં આવી હતી અને આ ટ્રેનિંગ 21 દિવસ ચાલી હતી. આ આતંકીએ પોતાનું નામ બહાદુર અલી જણાવ્યું છે. સેના તરફથી આ આતંકીને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. સેના તરફથી આ આતંકીને જીવતો પકડી લેવાથી ફરી એકવાર મોટી સફળતા મળી છે કારણ કે આનાથી એ વાતનો ખુલાસો થયો છે આ હુમલો પણ પાકિસ્તાનનું જ ષડયંત્ર હતું.

સેના અધિકારી તરફથી મળેલી જાણકારી અનુસાર આ તમામ આતંકવાદી વિદેશી નાગરિક છે. આતંકી પાસે કેટલાય આધુનિક હથિયારો મળી આવ્યા છે. ગુપ્ત એજન્સીઓ બહાદુરની પુછપરછ કરી રહી છે. અહીં નોંધનિય છે કે, તાજેતરમાં જ કુપવાડા જિલ્લામાં એલઓસી પાસે નૌગામ સેક્ટરમાં થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને બહાદુર નામના આ આતંકીને જીવતો પકડી લીધો હતો.
First published:

Tags: આતંકવાદી હુમલો, જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन