પ્રેમના કોઈ સીમાડા નહીં: પાકિસ્તાની યુવતીએ અમદાવાદના યુવાન સાથે Love થયો, આ રીતે ભાંડો ફૂુટ્યો

પ્રેમના કોઈ સીમાડા નહીં: પાકિસ્તાની યુવતીએ અમદાવાદના યુવાન સાથે Love થયો, આ રીતે ભાંડો ફૂુટ્યો
ઘુસણખોરીનો ભાંડો ફૂટ્યો

અમદાવાદ SOGએ નવરંગપુરા વિસ્તારમાંથી એક પાકિસ્તાની મહિલાની ધરપકડ કરી છે. જે વર્ષ 2018 થી ઘૂસણખોરી કરીને ભારતમાં રહેતી હતી

  • Share this:
અમદાવાદ: કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા નથી હોતા. આ કહેવત બે સાર્થક કરતો કિસ્સો શહેરમાં જોવા મળ્યો છે. પાકિસ્તાની મહિલા ને અમદાવાદ માં યુવાન સાથે પ્રેમ થઇ જતાં. ભારતમાં ઘૂસણખોરી કરી અને બનાવટી દસ્તાવેજો બનાવી રહેવા લાગી. જોકે પોલીસને જાણ થતાં જ તેની ભાંડો ફૂટી ગયો છે.

અમદાવાદ SOGએ નવરંગપુરા વિસ્તારમાંથી એક પાકિસ્તાની મહિલાની ધરપકડ કરી છે. જે વર્ષ 2018 થી ઘૂસણખોરી કરીને ભારતમાં રહેતી હતી. મૂળ પાકિસ્તાનની કેરોલ પાકિસ્તાનમાં તેના પતિ સાથે છૂટાછેડા થતાં બે બાળકો સાથે એકલી રહેતી હતી, અને તેને શાદી દોટ કોમ મારફતે મૂળ કેરાલાના અને હાલમાં અમદાવાદમાં વસવાટ કરતા સુજીત મેથ્યુ સાથે થયો હતો. બાદમાં બંને સોસીયલ મીડિયા મારફતે વાતચીત કરતા હતા જેમાં પ્રેમ થઈ જતા બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ સૂજીત એ વર્ષ 2018 માં પાકિસ્તાની મહિલા અને તેના બે બાળકો સાથે નેપાળ મારફતે ભારતમાં પ્રવેશ કરાવીને કચ્છ ખાતે લગ્ન કર્યા હતા, અને બંને સુજીતની અગાઉની પત્નીથી થયેલ છોકરી મહિલાના બે બાળકો સાથે નવરંગપુરા વિસ્તારમાં રહેતા હતા. જોકે સુજીતને અગાઉની પત્નીથી થયેલ બાળકી જો કબજો મેળવવા માટે તેનો સાળો કોર્ટના શરણે ગયો હતો. જોકે આ દરમિયાન ચારેક માસ અગાઉ કોરોનાના કારણે સુજીતનું મોત થયું હતું. જેથી બાળકી આ પાકિસ્તાની મહિલા સાથે રહેતી હતી. જે તેના મામાને પસંદના હોવાથી તેણે મહિલા ગેરકાયદે વસવાટ કરતી હોવાની અરજીઓ પોલીસ વિભાગમાં અનેક જગ્યાએ કરી હતી. જેથી પોલીસે તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

વડોદરા મેડિકલ કોલેજમાં લંપટ બાબુનો 'લેધર કરન્સી'નો ચોંકાવનારો કિસ્સો

વડોદરા મેડિકલ કોલેજમાં લંપટ બાબુનો 'લેધર કરન્સી'નો ચોંકાવનારો કિસ્સો

મહિલાનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો અને કરાંચીમાં અભ્યાસ કર્યા બાદ પાકિસ્તાની નાગરિક સાથે જ લગ્ન કરીને તે કરાચીમાં સ્થાયી થયા હતા. જોકે મહિલાનો પતિ શંકાશીલ હોવાથી તેણે વર્ષ 2015માં પાકિસ્તાની પતિ સાથે છૂટાછેડા લીધા હતા. જે લગ્નજીવન દરમિયાન તેને બે બાળકોનો જન્મ પણ થયો હતો.

અમદાવાદ: પોલીસની પાંચ લોકોની ટીમને સામાન્ય બુટલેગરે હંફાવી, ફિલ્મ જેવી થઈ ઝપાઝપી

અમદાવાદ: પોલીસની પાંચ લોકોની ટીમને સામાન્ય બુટલેગરે હંફાવી, ફિલ્મ જેવી થઈ ઝપાઝપી

જોકે સુજીત સાથે પ્રેમ થતાં તે ભારતમાં આવી હતી અને સુજીત સાથે લગ્ન કરીને રહેવા લાગી હતી. જો કે પોતાની ઓળખ છુપાવવા માટે તેને બનાવટી દસ્તાવેજ ઊભા કરીને ભારતીય પાસપોર્ટ પણ કરાવ્યો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.
Published by:kiran mehta
First published:November 26, 2020, 18:02 pm

ટૉપ ન્યૂઝ