ICCT20: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજે ધર્મશાલામાં પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચ

Parthesh Nair | Web18
Updated: March 22, 2016, 10:47 PM IST
ICCT20: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજે ધર્મશાલામાં પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચ
પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ આજે યોજાનાર વર્લ્ડ કપ ટી-20 મેચના અગાઉ અભ્યાસ કર્યો, જેને જોતા પીસીએ સ્ટેડિયમ માં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સ્ટેડિયમની અંદર અને આસપાસ અતિરિક્ત સુરક્ષા દળોને તૈનાત કરવા ઉપરાંત સ્નિફર ડોગ્સને પણ સેવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

  • Web18
  • Last Updated: March 22, 2016, 10:47 PM IST
  • Share this:
નવી દિલ્હી# પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ આજે યોજાનાર વર્લ્ડ કપ ટી-20 મેચના અગાઉ અભ્યાસ કર્યો, જેને જોતા પીસીએ સ્ટેડિયમ માં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સ્ટેડિયમની અંદર અને આસપાસ અતિરિક્ત સુરક્ષા દળોને તૈનાત કરવા ઉપરાંત સ્નિફર ડોગ્સને પણ સેવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. પીસીએ સ્ટેડિયનમાં અભ્યાસ ક્ષેત્રના નજીક કમાંડોઝ ને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આજે પણ ચૂસ્ત બંદોબસ્ત રહેશે અને બેરીકેડ લગાવવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, અમે સુરક્ષાને લઇને કોઇ જોખમ ઉપાડવા નથી માંગતા. અમે ફુલપ્રુફ વ્યવસ્થા કરી છે. અધિકારીએ જણાવ્યું કે, વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચંડીગઢના જે ફાઇવ સ્ટાર હોટલમાં ટીમ રોકાઇ છે, ત્યાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

ચંડીગઢ પોલીસના અધિકારીએ જણાવ્યું કે, તેઓ ખૂબ સાવચેત રહીને કાર્ય કરી રહ્યાં છે. ચંડીગઢ અને મોહાલીમાં પોલીસકર્મીઓને સાદા કપડામાં પણ તૈનાત કરવામાં આવ્યા છે. જેનાથી શંકાસ્પદો નજર રાખી શકાય. ટીમની ચંડીગઢમાં હોટલથી મોહાલીમાં સ્ટેડિયમ સુધીની યાત્રાના માટે વિશેષ રૂપ તૈયાર કરવામાં આવ્યો છે. શાહિદ આફરીદીના નેતૃત્વ વાળી પાકિસ્તાની ટીમ રવિવારે બપોરે અહીંયા પહોંચી હતી.
First published: March 22, 2016, 3:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading