ગુજરાત જ નહીં, આ પહેલાની ચૂંટણીઓમાં પણ છવાયો હતો પાકિસ્તાનનો મુદ્દો

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 13, 2017, 4:25 PM IST
ગુજરાત જ નહીં, આ પહેલાની ચૂંટણીઓમાં પણ છવાયો હતો પાકિસ્તાનનો મુદ્દો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પાકિસ્તાનનો મુદ્દો છવાયેલો રહ્યો. જોકે, ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો છવાયો હોય એવું નથી, આ પહેલાની ચૂંટણીઓમાં પણ ક્યાંકને ક્યાંક પાકિસ્તાનનો મુદ્દો છવાયો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પાકિસ્તાનનો મુદ્દો છવાયેલો રહ્યો. જોકે, ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો છવાયો હોય એવું નથી, આ પહેલાની ચૂંટણીઓમાં પણ ક્યાંકને ક્યાંક પાકિસ્તાનનો મુદ્દો છવાયો હતો.

  • Share this:
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પાકિસ્તાનનો મુદ્દો છવાયેલો રહ્યો. જોકે, ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો છવાયો હોય એવું નથી, આ પહેલાની ચૂંટણીઓમાં પણ ક્યાંકને ક્યાંક પાકિસ્તાનનો મુદ્દો છવાયો હતો. વડાપ્રધાન દ્વારા આરોપ લગાવાયો કે ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાન હસ્તક્ષેપ કરી રહ્યું છે. વડાપ્રઘાને આરોપ લગાવ્યો કે 6 ડિસેમ્બરે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના ઘરે પાકિસ્તાનના રાજદૂત અને ત્યાંના પૂર્વ વિદેશપ્રધાન સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત ચૂંટણીને લઇને પાકિસ્તાન તરફથી ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

નિવેદન બાદ બબાલ

મોદીના આવા નિવેદન બાદ બબાલ થઈ ગઈ હતી. કોંગ્રેસે આવા નિવેદન બાદ મોદીએ માફી માંગવી જોઈએ એવી માંગ કરી હતી. 2014માં લોકસભાની ચૂંટણી પછી 17 રાજ્યમાં ચૂંટણી યોજાઈ ચુકી છે. જેમાંથી 13 રાજ્યમાં ભાજપે પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. 2014 બાદ ગુજરાત 18મું રાજ્ય છે જ્યાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ વખતે ગુજરાતમાં પણ પાકિસ્તાનનો મુદ્દો છવાયેલો રહ્યો છે.

ગુજરાતની ચૂંટણીઓમાં પાકિસ્તાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીમાં હાફિઝ સઈદને નજરકેદમાંથ મુક્ત કરવા અંગે ટિપ્પ્ણી કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ આ મુદ્દે જશ્ન મનાવી રહી છે. બાદથી ગુજરાતની ચૂંટણીઓમાં પાકિસ્તાનનો મુદ્દો છવાયેલો છે.

ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પાકિસ્તાનઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં પણ નરેન્દ્ર મોદીએ મેરઠની રેલીમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. પહેલા તબક્કાની ચૂંટણીઓમાં મોદીએ કહ્યુ હતું કે અમારી સરકારે પાકિસ્તાનમાં ઘૂસીને એક એક પાયનો હિસાબ ચુકતે કર્યો હતો.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ પાકિસ્તાન

2014માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ પાકિસ્તાનનો મુદ્દો ગુંજ્યો હતો. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે જ્યારે સરહદ પર ગોળીબાર થાય છે ત્યારે દુશ્મન થરથર ધ્રુજે છે. કારણ કે આપણા જવાનો આક્રમકતાથી જડબાતોડ જવાબ આપી રહ્યા છે. દુશ્મન પણ સમજી ગયો છે કે સમય બદલાઈ ચુક્યો છે. જૂની આદતો સાંખી નહીં લેવાય. લોકો મારા ઇરાદા જાણે છે.

પંજાબની ચૂંટણીઓમાં પાકિસ્તાન

પંજાબની ચૂંટણીઓમાં પણ વડાપ્રધાન મોદીએ કોટકપુરમાં ચૂંટણી સભાને સંબોધતાં પાકિસ્તાનનો મુદ્દો ઉછાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન હમેશા તકની શોધમાં રહે છે. જો પંજાબની સરકાર ઢીલી પોચી હોચ તો સમગ્ર દેશ પર સંકટની સ્થિતિ ઉભી થઈ શકે છે.

જમ્મુ કાશ્મીરમાં પાકનો મુદ્દો

જમ્મુ કાશ્મીરની ચૂંટણીઓ હોય અને પાકિસ્તાની વાત ન થાય તેવું કેવી રીતે બની શકે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ત્રણ A પાકિસ્તાનની ત્રણ શક્તિઓ બનીની બહાર આવ્યા છે. પહેલા A-એક 47, બીજો A-એન્ટની અને ત્રીજો A -એક 49. જેમાં એક નવી પાર્ટી ઉભી થઈ છે..

બિહારની ચૂંટણીઓમાં પાકિસ્તાન

2015માં બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં પાકિસ્તાનની ગુંજ સંભળાઇ હતી. ભાજપના અધ્યક્ષ અમિત શાહે એક રેલીમાં કહ્યું કે જો ભૂલથી પણ ભાજપ બિહારમાં હારી ગઈ તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

આટલું જ નહીં આ સિવાય દિલ્હી, આસમ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઝારખંડ, ઉતરાખંડ અને હિમાચલમાં પણ પાકિસ્તાનના નામે ખૂબ રાજનીતિ થઈ છે.
First published: December 13, 2017, 4:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading