Home /News /madhya-gujarat /

એલઓસીએ પાકનું મોટું ષડયંત્ર, 12 જગ્યાએ તૈનાત કર્યા સ્નાઇપર કમાન્ડો

એલઓસીએ પાકનું મોટું ષડયંત્ર, 12 જગ્યાએ તૈનાત કર્યા સ્નાઇપર કમાન્ડો

પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનનો માર પાકિસ્તાન જાણે કે ભુલી શકતું નથી. જેને પગલે તે સતત સરહદે તણાવ વધારનારા પગલાં ભરી રહ્યું છે.

પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનનો માર પાકિસ્તાન જાણે કે ભુલી શકતું નથી. જેને પગલે તે સતત સરહદે તણાવ વધારનારા પગલાં ભરી રહ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનનો માર પાકિસ્તાન જાણે કે ભુલી શકતું નથી. જેને પગલે તે સતત સરહદે તણાવ વધારનારા પગલાં ભરી રહ્યું છે.

પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (એલઓસી) પર મોટી તૈયારીઓ કરી છે. પાક સેનાએ રાવલપિંડીથી સ્પેશિયલ સર્વિસીસ ગ્રુપ એટલે કે એસએસજીને બોલાવી એલઓસી પર તૈનાત કરી છે. એલઓસી પર 12 જગ્યાએ એસએસજીના કમાન્ડો ગોઠવી દેવાયા છે. પાકિસ્તાનના એસએસજી કમાન્ડો સ્નાઇપર એક્સપર્ટ છે.

રવિવારે રાતે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં શહીદ સુદીશ કુમારને સ્નાઇપરે જ ગોળી મારી નિશાન બનાવ્યો હતો. તે 6 રાજપૂત રેજીમેન્ટનો જવાન હતો. રાજૌરીથી જોડાયેલ સરહદના તારકુંડી વિસ્તારમાં પાકિસ્તાની ફાયરિંગમાં સુદીશ કુમાર શહીદ થયો હતો. સુદીશ ઉત્તરપ્રદેશના સંભલનો રહેવાસી હતો. રાજૌરી સાથે જોડાયેલ સરહદી વિસ્તાર તારકુંડીમાં પાકિસ્તાની ફાયરિંગનો શિકાર બન્યો હતો.

અહીં નોંધનિય છે કે, ઉરી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પીઓકે વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન કર્યું હતું. જેમાં ભારતીય સેનાએ 50થી વધુ આતંકીઓને ઠાર કર્યા હતા. સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સરહદી વિસ્તારમાં તણાવભરી સ્થિતિ સર્જાઇ છે. જેમાં પાકિસ્તાન દ્વારા વારંવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
First published:

Tags: એલઓસી, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन