Home /News /madhya-gujarat /

'પાકિસ્તાનની બ્લેકમેલ કરવાની રણનીતિ સામે ભારત ક્યારેય નહીં નમે'

'પાકિસ્તાનની બ્લેકમેલ કરવાની રણનીતિ સામે ભારત ક્યારેય નહીં નમે'

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ દ્વારા બુરહાન વાનીને યુવા નેતા કહેવાતાં ભારતે જોરદાર વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વડાપ્રધાનના નિવેદન સામે તીખી પ્રતિક્રિયા આપતાં ભારતે એને તથ્યહીન ગણાવ્યો છે અને કહ્યું કે, એમના દ્વારા વિશ્વ મંચ પર હિજબુલ કમાન્ડર બુરહાન વાનીને છાવરવાનો પ્રયાસ પાકિસ્તાન દ્વારા આત્મ દોષારોપણ કૃત્ય છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ન્યૂયોર્ક #સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ દ્વારા બુરહાન વાનીને યુવા નેતા કહેવાતાં ભારતે જોરદાર વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વડાપ્રધાનના નિવેદન સામે તીખી પ્રતિક્રિયા આપતાં ભારતે એને તથ્યહીન ગણાવ્યો છે અને કહ્યું કે, એમના દ્વારા વિશ્વ મંચ પર હિજબુલ કમાન્ડર બુરહાન વાનીને છાવરવાનો પ્રયાસ પાકિસ્તાન દ્વારા આત્મ દોષારોપણ કૃત્ય છે.

નવાજ શરીફને ભારતનો વળતો જવાબ, વાંચવા ક્લિક 

વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરે પોતાનો વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે, આ હેરાન કરનારી વાત છે કે પાકિસ્તાન એક આતંકીને હિરો બતાવી રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે કાશ્મીરમાં ખૂની ખેલ ખેલનારા આતંકી બુરહાન વાનીના વખાણ કરી પાકિસ્તાન એ કબુલ કરી રહ્યું છે કે તે આતંકવાદને પોષી રહ્યું છે.

પાક વડાપ્રધાન નવાજ શરીફે બુરહાન વાનીને હિરો ગણાવ્યો, વાંચો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શરીફે ભાષણ બાદ ભારતના સ્થાયી મિશનમાં સંવાદદાતા સંમેલનમાં વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરે કહ્યું કે, આપણે હમણા ધમકી અને અપરિપક્વતા અને તથ્યોની અવહેલનાથી ભરેલુ ભાષણ સાંભળ્યું. તેમણે વાનીના વખાણ કરવા મુદ્દે શરીફની ટીકા કરી. તેમણે કહ્યું કે, ભારત પાકિસ્તાન સરકારની બ્લેકમેલ કરવાની રણનીતિ સામે ક્યારેય નહીં નમે.

પાકિસ્તાને પરમાણું કાર્યક્રમ મામલે અમેરિકાની પણ અવહેલના કરી

અકબરે કહ્યું કે, આપણે એક આતંકવાદીના વખાણ સાંભળ્યા. વાની હિજબુલનો જાહેર થયેલો કમાન્ડર છે. જે એક આતંકવાદી સંગઠન છે. આ હેરાન કરનારી વાત છે કે, એક રાષ્ટ્રના નેતા એક આતંકવાદીના આ રીતે જાહેરમાં એક મંચ પર વખાણ કરે છે. આ પાકિસ્તાની વડાપ્રધાન દ્વારા આત્મ દોષારોપણ છે.
First published:

Tags: આતંકવાદ, આતંકવાદી સંગઠન, એમ જે અકબર, પાકિસ્તાન, બુરહાન વાની, ભારત, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, હિજબુલ મુજાહિદ્દીન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन