Home /News /madhya-gujarat /

પદ્માવત વિવાદ: ઉશ્કેરણીજનક Video વાયરલ, સાણંદમાં નોંધાઈ ફરિયાદ

પદ્માવત વિવાદ: ઉશ્કેરણીજનક Video વાયરલ, સાણંદમાં નોંધાઈ ફરિયાદ

કેટલાક પોલીસ કર્મીની પણ સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે....

કેટલાક પોલીસ કર્મીની પણ સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે....

    ફિલ્મ પદ્દમાવતને લઇને અમદાવાદમાં થયેલ તોડફોડનું એપી સેન્ટર સાણંદ હોવાનું જાણવા મળ્યું છે. જો કે સાણંદના યુવરાજસિંહ વાઘેલાએ આ દરમિયાન એક ઉશ્કેરણીજનક ભાષણ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું બહાર આવતા જ પોલીસએ યુવરાજસિંહ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે. સાણંદ પોલીસએ યુવરાજસિંહ વાઘેલા નામના શખ્સની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

    પોલીસનું કહેવું છે કે યુવરાજસિંહએ એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે કોઇપણ થીયેટરમાં આ ફિલ્મ રીલીઝ થવી ના જોઇએ, અને જો કોઇ થીયેયરના સંચાલક ફિલ્મ રીલીઝ કરે તો તે થીયેટરમાં નુકસાન કરવા માટે પણ લોકોને ઉશ્કેર્યા હતાં. આ વીડિયોમાં તેણે સંજય લીલાભણસાણીને પણ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.

    યુવરાજસિંહ વાઘેલાએ વિધાનસભાની ચુંટણીમાં અપક્ષમાંથી ફોર્મ ભર્યં હતું. જો કે ત્યારબાદ તેણે ફોર્મ પરત ખેચ્યું હતું. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ સમગ્ર મામલામાં કેટલાક પોલીસ કર્મીની પણ સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ પણ કરવામાં આવ્યાં છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: BAN Padmavat, Dont watch padmavat, No Padmavat release in Gujarat, Padmavat film controversy, Padmavat Movie, Provocative, Videos viral

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन