Home /News /madhya-gujarat /Padma Awards 2022: જનરલ બિપીન રાવતને મરણોપરાંત પદ્મ વિભૂષણ, સ્વામિ સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ

Padma Awards 2022: જનરલ બિપીન રાવતને મરણોપરાંત પદ્મ વિભૂષણ, સ્વામિ સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ

Padma Awards 2022 : પદ્મ એવોર્ડની યાદીમાં જનરલ બિપીન રાવતનું નામ, રાજ્યમાંથી સાત મહાનુભાવોને પદ્મ એવોર્ડ

Padma Awards 2022: ગણતંત્રી દિવસ (Republic day 2022)ની પૂર્વ સંધ્યાએ વર્ષ 2022ના પદ્મ એવોર્ડ (Padma Awards 2022)ની .યાદી જાહેરાત કરવામાં આવી, રાજ્યમાંથી ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મશ્રી તો સવજીભાઈ ધોળકિયાને પણ પદ્મશ્રી જાણો સંપૂર્ણ યાદી

વધુ જુઓ ...
    Padma Awards 2022: ગણતંત્રી દિવસ (Republic day 2022)ની પૂર્વ સંધ્યાએ વર્ષ 2022ના પદ્મ એવોર્ડ (Padma Awards 2022)ની .યાદી જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2022ના પદ્મ એવોર્ડ માટે 4 મહાનુભાવોને પદ્મ વિભૂષણ (Padma Vibhushan 2022 Awards List) , 17 મહાનુભાવોને પદ્મ ભૂષણ (Padma Bhushan 2022) અને 107 મહાનુભાવોને પદ્મશ્રી (Padma Shri) જાહેર કરવામાં આવ્યો છે. આ યાદીમાં ચાર પદ્મ વિભૂષણ (Padma Vibhushan)ની યાદીમાં તાજેતરમાં જ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામનારા સીડીએસ જનરલ બિપિલન રાવત (CDS Bipin Rawat)ને મરણોપરાંત એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ દેશની સેના અને લોકો માટે ગર્વની લાગણી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પ્રભા અત્રેને એવોર્ડ જાહેર થયો ચે. મરણોપરાંત પદ્મ વિભૂષણમાં રાધેશ્યામ ખેમકા, કલ્યાણ સિંઘે પણ પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો છે.

    સ્વામી સચ્ચીદાનંદને પદ્મ ભૂષણ, સવજી ધોળકિયા પદ્મ શ્રી

    દરમિયાન આ યાદીમાં રાજ્યના સાત મહાનુભાવોનો સમાવેશ થાય છે.

    • સ્વામિ સચ્ચિદાનંદ. પદ્મ ભૂષણ


    2)ડો.લતા દેસાઈ, મેડિસિન ક્ષેત્ર, પદ્મશ્રી

    3)માલજીભાઈ દેસાઈ,જાહેર સેવા,પદ્મશ્રી

    4)ખલીલ ધનતેજવી,સાહિત્ય અને શિક્ષણ, મણોપરાંત પદ્મશ્રી

    5)સવજીભાઈ ધોળકીયા, સામાજિક સેવા,પદ્મશ્રી

    6)રમિલાબેન ગામીત, સામાજિક ક્ષેત્ર,પદ્મશ્રી

    7)જયંત વ્યાસ, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ,પદ્મશ્રી આપવામાં આવ્યો છે.

    મારા પર આ સન્માનનો ભાર વધી ગયો : સ્વામિ સચ્ચિદાનંદ

    રાજ્યમાંથી પદ્મ પુરસ્કારો માટે સન્માનિત થનારા મહાનુભાવોમાં સૌથી સર્વોચ્ચ સન્માન સ્વામિ સચ્ચિદાનંદને મળ્યું છે. તેમને પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.  આ જાહેરાત બાદ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે 'મને કલ્પના નહોતી કે મને આવું સર્વોચ્ચ સન્માન મળશે. આ એવોર્ડના કારણે મારા પર ભાર વધી જશે. હું મારી પ્રવૃત્તિ કરતો આવ્યો છું પરંતુ તેના બદલે આજે આ સન્માન મળ્યું તે બદલ સૌનો આભાર માનું છુ.

    પૂર્વ અધિકારીને મરણોપરાંત પદ્મશ્રી

    સુરત-અમદાવાદના મ્યુ.કમિશનર રહી ચુકેલા IAS અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રને મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત કરાશે મહાપાત્ર 1986ની બેચના આઈએએસ ઓફિસર હતા. તેમણે ગુજરાતમાં રાજકોટ તથા જૂનાગઢમાં પૂર્વ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.

    મુશ્કેલીઓ તો અનેક આવી પરંતુ સમાજ સેવા શરૂ રાખી : રમિલા બેન ગામીત

    સમાજ સેવા માટે પદ્મ શ્રીથી સન્માનિત થનારા રમિલા બેન ગામીતે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોરોના કાળમાં અમે અથાક સેવા કરી હતી. અનેક મુશ્કેલીઓ પડી છતાં અમે સેવા કરવાનું શરૂ રાખ્યું હતું. આજે આ સેવાનું ફળ મળ્યું છે.

    ખલીલ ધનતેજવીને મરમોપરાંત પદ્મશ્રી

    રાજ્યના મુર્ધન્ય કવિ-ગઝલકાર અને પત્રકાર રહી ચુકેલા ખલીલ ધનતેજવીને પણ મરણોપરાંત પદ્મશ્રઈ એવોર્ડથી સન્માન આપવામાં આવશે.  પદ્મ એવોર્ડથી સન્માનતી મહાનુભાવોની યાદીમાં તેમનું નામ આવતા તેમને સાચી શ્રદ્ધાંજલિ મળી છે.

     Covishield, Covaxin બનાવનાર કંપનીના સંચાલકોને પદ્મ ભૂષણ


    સ્વદેશી કોરોના રસી કોવિશીલ્ડ અને કોવેક્સિન બનાવનારા કંપનીના સંચાલકોને પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા અને ભારત બાયોટેકના સંચાલક ડૉ.ક્રિષ્ના એલા અને સુચિત્રા એલાને પદ્મ ભૂષણ આપવામાં આવ્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Padma awards, ગુજરાતી સમાચાર, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મ શ્રી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन