પાસના નેતા અતુલ પટેલ કોંગ્રેસમાં જોડાયા

News18 Gujarati
Updated: April 22, 2018, 8:53 PM IST
પાસના નેતા અતુલ પટેલ કોંગ્રેસમાં જોડાયા

  • Share this:
પાટીદાર અનામત આંદોલન માટે લડત ચલાવનાર વધુ એક પાસ નેતાએ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. પાટીદાર અનામત આંદોલન સમિતીના પ્રવક્તા અતુલ પટેલે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પાસના નેતા અતુલ પટેલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલની આગેવાનીમાં હમણાં જ નવી પાટીદાર અનામત આંદોલન સમિતી બનાવવામાં આવી હતી. આ સમિતીમાંથી વધુ એક પાસ નેતાએ રાજનીતિમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ પાટીદાર અનામત આંદોલન સમીતીના સભ્યો એક પછી એક એમ કરી રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે. વરુણ પટેલ, રેશ્મા પટેલે પણ હાર્દિક સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે હાર્દિક પટેલે કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમીતીનો કોઈ પણ સભ્ય રાજકીય પાર્ટીમાં નહીં જોડાય પરંતુ કોંગ્રેસને બહારથી ટેકો આપશે, જ્યારે અતુલ પટેલે આજે કોંગ્રેસમાં જોડાતા ફરીથી અનેક પ્રશ્નો ઉભા થયા છે.
First published: April 22, 2018
વધુ વાંચો
अगली ख़बर