પાટીદોરોનુું કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ, પાસના નેતાઓને દિલ્હી બોલાવ્યાં પરંતુ મળ્યાં નહીં

Margi | News18 Gujarati
Updated: November 18, 2017, 12:16 PM IST
પાટીદોરોનુું કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ, પાસના નેતાઓને દિલ્હી બોલાવ્યાં પરંતુ મળ્યાં નહીં
પાટીદારોના આરક્ષણ આપવાના પ્રસ્તાવિત ફોર્મ્યુલાને અંતિમ રૂપ આપવા માટે હાર્દિક પટેલની આગેવાનીવાળા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને કોંગ્રેસ વચ્ચે શુક્રવારે દિલ્હીમાં મહત્વની બેઠક થવાની હતી

પાટીદારોના આરક્ષણ આપવાના પ્રસ્તાવિત ફોર્મ્યુલાને અંતિમ રૂપ આપવા માટે હાર્દિક પટેલની આગેવાનીવાળા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને કોંગ્રેસ વચ્ચે શુક્રવારે દિલ્હીમાં મહત્વની બેઠક થવાની હતી

  • Share this:
પાટીદારોના આરક્ષણ આપવાના પ્રસ્તાવિત ફોર્મ્યુલાને અંતિમ રૂપ આપવા માટે હાર્દિક પટેલની આગેવાનીવાળા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને કોંગ્રેસ વચ્ચે શુક્રવારે દિલ્હીમાં મહત્વની બેઠક થવાની હતી પરંતુ કોંગ્રેસના નેતાઓએ તેમને મળવાનો સમય ન આપતા 'પાસ' ના નેતાઓએ કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપતા કહ્યું કે આ સમય મર્યાદામાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરો નહીં તો અમે તમારા વિરોધમાં ઉતરીશું.

પટેલ અનામત પર વાતચીતના પ્રભારી અને પાસના સદસ્યા દિનેશ બાંભણિયાએ કાલે કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓએ કાલે બપોરે અમને અનામત મુદ્દે વાતચીત કરવા બોલાવ્યાં હતાં. અમે કલાકો તેમની રાહ જોઈ પરંતુ તેમણે અમારી સાથે વાત ન કરી. એટલું જ નહીં હાઈકમાન્ડ પાસે અમારી વાત મુકનાર ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ અમારો ફોન પણ ઉપાડ્યો ન હતો. કોંગ્રેસ પાટીદારોને દગો ન આપે.

આ મુદ્દે તેમણે ચેતવણી આપતાં કહ્યું કે ,કોંગ્રેસને અનામત મામલે 24 કલાકમાં સ્ટેન્ડ ક્લિયર કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે અને હાઈ-કમાન્ડને ગુજરાત આવીને અમારી સાથે બેઠક કરવાનું કહ્યું છે. કહ્યું કે, જો કોંગ્રેસ તેનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો પાટીદારો ગુજરાતમાં કોંગ્રેસને તેમની તાકાત બતાવી દેશે. તે સાથે તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો કોંગ્રેસ તેનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો ભાજપની જેમ કોંગ્રેસનો પણ વિરોધ કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોષીએ કહ્યું કે, 'પાસ' ટીમ સાથે કમ્યુનીકેશન ગેપ થયો છે. અમારા નેતા સીઈસી અને અન્ય બેઠકોમાં વ્યસ્ત હતાં જેના કારણે તે પાસના નેતાઓને મળી નહીં શક્યા. તેઓ બધા મુદ્દાઓનો સમાધાન કરવા આજે શનિવારે મળી શકે છે.
First published: November 18, 2017, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading