સાંજે 'પાસ' રાતે દૂર, પાસના ટિકિટ હોબાળાને લીધે કોંગ્રેસ કાર્યાલયો પર પોલીસ બંદોબસ્ત

Margi | News18 Gujarati
Updated: November 20, 2017, 10:38 AM IST
સાંજે 'પાસ' રાતે દૂર, પાસના ટિકિટ હોબાળાને લીધે કોંગ્રેસ કાર્યાલયો પર પોલીસ બંદોબસ્ત
આગળ કોંગ્રેસ અને પાસ વચ્ચેના સંબંધો વધારે બગડે છે કે વાત સમાધાન સુધી પહોંચે છે.

આગળ કોંગ્રેસ અને પાસ વચ્ચેના સંબંધો વધારે બગડે છે કે વાત સમાધાન સુધી પહોંચે છે.

  • Share this:
ગાંધીનગરઃ કોંગ્રેસે પોતાની પ્રથમ  યાદીમાં પાસના બે કન્વીનરોને ટિકિટ આપતા પાસમાં મોડી રાતથી આક્રોશ જોવા મળ્યો હતો. સુરતમાં ટિકિટ મળતા થઈ રહેલી ઉજવણી દરમિયાન જ પાસ અને કોંગ્રેસ વચ્ચે હોબાળો મચી ગયો હતો. મોડી રાતે મારામારી અને તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા. પાસે કોંગ્રેસ દ્રારા ટિકિટ અપાયેલ પોતાના જ ઉમેદવારોને 'લુખ્ખા' ગણાવ્યાં હતાં. જ્યાં સુધી અનામત આપવામાં ન આવે ત્યાં સુધી ટિકિટ પણ ન આપી જોઈએ તેવું દિનેશ બાંભણિયાએ કહ્યું હતું. મોડી રાતે દિનેશ બાંભણિયા અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. મોડી રાતની આ ઝપાઝપીને કારણે કાલ રાતથી જ કોંગ્રેસ કાર્યાલયો બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો.

મોડી રાતે પાસ દ્વારા કોંગ્રેસ કાર્યાલયો ઘેરવામાં આવી

સુરત, અમદાવાદ આ ઉપરાંત ભાવનગરમાં પણ પાસ દ્વારા વિરોધ દર્શાવવામા આવી રહ્યો છે. ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓના અને ખાસ કરીને ભરતસિંહના પૂતળા દહન કરવામા આવ્યા છે. . કોઈ અણગમતી ઘટના ના ઘટે તે માટે ભરતસિંહ સોલંકીના ઘરની બહાર પોલીસ પ્રોટેક્સન પણ આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં કોગ્રેસનાં કાર્યલય પર પાસ દ્વારા તોડફોડ કરવામાં આવી છે. હળવદમાં પણ પાટીદારો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. મહેસાણા પાસના ક્નીનરો દ્વારા પણ બાંભણીયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પાસ દ્વારા દિનેશ બાંભણીયાનો વિરોધ

કાલે રાતે દિનેશ બાંભણીયાના આવા વર્તનના કારણે ગુજરાતમાં ભાવનગર, સુરત અને જૂનાગઢમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધમાં બાંભણિયાના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યો છે. લલિત વસૈયાને કોગ્રેસમાંથી ટીકિટ આપવામાં આવી છે. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાસના સૂત્રોનું કહેવુ છે કે લલિત વસોયા પાસની મંજૂરી વગર ઉમેદવારી નહીં કરી શકે. બાંભણિયાએ પણ પાસના સભ્યોને કહ્યું છે કે, આવતી કાલે પાસના ઉમેદવારો નામાંકન ન ભરે. અમને વિશ્વાસમાં લીધા વગર જ કોંગ્રેસે નિર્ણય લીધો છે. બાંભણિયાએ કહ્યું હતું કે ભરતસિંહ ગુમ થઈ ગયા છે. અમારે અનામતના મુદ્દે ક્યાં રજૂઆત કરવી, અમે એટલું ઈચ્છીએ છીએ કે કોંગ્રેસે સારા માણસોને ટિકિટ આપવી જોઈએ. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીને મળીને ભરતસિંહને હાજર કરવામાં આવે તેવી માગણી કરી.”

ભરતસિંહના ઘરે ન મળતાં મામલો બીચકાયો

પાસના કાર્યકરો ભરતસિંહના ઘરે પહોચ્યા હતા. ભરતસિંહ સાથે ટેલિફોનિક સંપર્ક ન થતાં પાસના સભ્યો ભરતસિંહના ઘરે ધસી ગયા છે. ભરતસિંહના ઘરે માહોલ ગરમાયો છે. પાસ કન્વીનર દિનેશ બાંભણિયા, મોરબીની ટીમ તેમજ સુરતની ટીમે ભરતસિંહ ઘરની બહારલ ધામા નાખ્યા છે. પાસ કન્વીનરોએ જણાવ્યું છે કે તેમની માંગણી છે કે પાસના કન્વીનરને ટિકિટ આપી છે તેનો વિરોધ નથી. પણ કોંગ્રેસે કેટલાંક લુખ્ખા તત્ત્વોને ટિકિટ આપી છે તેને લઈને વિવાદ થયો છે. જ્યાં સુધી અનામતનો મુદ્દો ક્લિયર ન થાય ત્યાં સુધી પાસના કન્વીનરોએ ફોર્મ ન ભરવુ. અમને વિશ્વાસમાં લીધા વગર ટિકિટ આપી છે તેનો વિરોધ છે. પાસ કન્વિરોએ જણાવ્યું હતું કે, અમારી ભરતસિંહ સોલંકી સાથે તો વાતચીત થઈ શકી નહતી પરંતુ તેમના પીએ સાથે વાત થઈ છે, હવે તે જોવાનું રહ્યું કે, આગળ કોંગ્રેસ અને પાસ વચ્ચેના સંબંધો વધારે બગડે છે કે વાત સમાધાન સુધી પહોંચે છે.
First published: November 20, 2017, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading