અમદાવાદ : સોલા સિવિલમાં ઓક્સીજનની સહેજ પણ ઘટ નહી સર્જાય, રાતોરાત ઉભી કરાઈ આ સુવિધા

અમદાવાદ : સોલા સિવિલમાં ઓક્સીજનની સહેજ પણ ઘટ નહી સર્જાય, રાતોરાત ઉભી કરાઈ આ સુવિધા
ઓક્સીજન સ્ટોરેજની નવી ટેંકનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું,

સોલા સિવિલ હોસ્પિટલમાં ફેબ્રુઆરી મહિનામાં  દૈનિક 50 લાખ લીટરની ઓક્સિજનની જરૂરિયાત સામે એપ્રિલમાં 1 કરોડ લીટરની જરૂરિયાત સર્જાતા લેવાયો નિર્ણય

  • Share this:
અમદાવાદ : રાજ્યભરમાં કોરોનાનું (Coronavirus) સંક્રમણ વધી રહ્યું છે. સૌથી વધુ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ રહી છે. તેવા સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની (Oxygen) કરોડ લીટરની જરૂરિયાત ઉભી થતા પુરવઠાની ક્ષમતા બમણી કરાઈ છે. અહીં રોજ અંદાજે 50 લાખ લીટર ઓક્સિજનનો વપરાશ થતો હતો, તે વધીને બમણો થતા વ્યવસ્થા વધારવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) ફેબ્રુઆરી મહિનામાં  દૈનિક 50 લાખ લીટરની ઓક્સિજનની જરૂરિયાત સામે એપ્રિલમાં 1 કરોડ લીટરની જરૂરિયાત ઉભી થતા પુરવઠો પુરો પાડવાની ક્ષમતા બમણી કરવામાં આવી છે.

કોવીડના દર્દીઓની સંખ્યામાં વધારાના પગલે સરકારી હોસ્પિટલમાં ક્ષમતા-વૃદ્ધિ માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને (ઓક્સિજન)નો પૂરતો પુરવઠો અવિરત મળી રહે તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે.આ પણ વાંચો : બનાસકાંઠા : ઘર કંકાસમાં પરિણીતાએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી, પુત્રએ માતાની હૂંફ ગુમાવી

સોલા સિવિલમાં બે મહિના પહેલા જ્યારે કોવીડની સ્થિતિ ગંભીર ન હતી ત્યારે દૈનિક ધોરણે અંદાજે 50 લાખ લીટર ઓક્સિજનનો વપરાશ થતો હતો, તે વપરાશ આજે વધીને લગભગ બમણો એટલે કે ૧ કરોડ લીટરે પહોંચ્યો છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર એ કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.

આ આયોજનના ભાગરુપે છ ટનની ઓક્સિજન  ટેન્ક (ટાંકી) ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. અગાઉ જ્યારે કોવીડની ગંભીર સ્થિતિ ન હતી ત્યારે પાંચ ટનની ક્ષમતાવાળી ટેન્ક રોજ એક વાર જ ભરવી પડતી હતી, પણ આજે ઓક્સિજનનો પુરવઠો વધુ જોઈતો હોઈ ઓક્સિજન ટેન્ક દિવસમાં ત્રણ થી ચાર વાર ભરવાની ફરજ પડે છે, ત્યારે હવે આ નવી વ્યવસ્થા ઉભી કરવાથી સમયનો બચાવ થશે અને દર્દીને ઓક્સિજનનો જથ્થો વિક્ષેપરહિત મળી શકશે.

આ પણ વાંચો : રાજકોટ : 'જુગાડની મજબૂરી,' કોરોનાનાં દર્દીઓને વેઇટિંગમાં ન રાખવા સ્વજનોએ અપનાવ્યો આ રસ્તો

તેમ જ પૂરતા પ્રેશરથી મળી રહેશે. મહત્વનું છે કે સોલા સિવિલ હોસ્પિટલની જવાબદારી કલેક્ટર ને સોંપવામાં આવી છે. જેને પગલે અમદાવાદ જિલ્લા કલેક્ટર  સંદિપ સાગલેએ નોન-કોવીડ દર્દીઓની પણ ચિંતા કરી તેમને  પણ ઓક્સિજનનો પૂરતો પુરવઠો મળી રહે તે માટે તાકીદ કરી હતી. તો જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ પણ જિલ્લા વહીવટીતંત્રને દર્દીઓની સુવિધાઓ, ઓક્સિજન સપ્લાય અને દર્દીઓના ભોજનની વ્યવસ્થાના અધિકારીઓને જરુરી દિશા-નિર્દેશ આપ્યા હતા.
Published by:Jay Mishra
First published:April 21, 2021, 20:05 pm

ટૉપ ન્યૂઝ