અમદાવાદ : એક પણ રૂપિયો લીધા વગર ઑક્સીજન રિફિલ કરી આપે છે આ ગૃપ

અમદાવાદ : એક પણ રૂપિયો લીધા વગર ઑક્સીજન રિફિલ કરી આપે છે આ ગૃપ
આ ગ્રુપ દ્વારા રોજના 50થી વધુ બોટલ રિફિલ કરી આપવામાં આવે છે.

રામોલ વિસ્તારનું નાગલધામ ગ્રુપ દર્દીઓ માટે સાચા અર્થમાં મસીહા બનીને આવ્યું છે

  • Share this:
અમદાવાદમાં ઓક્સિજન સિલિન્ડર માટે તપાસ કરતા લોકો માટે સારા સમચાર એ છે કે લોકો એ ઓકસીજન માટે ભટકવું ના પડે એ માટે નાગલ ધામ ગ્રુપ એ પહેલ કરી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં નાગલ ધામ ગ્રુપ દિવસના 50 થી વધારે લોકો ને ઓકસીજનના સિલિન્ડર ભરાવી આપવા માટે મદદ સીધા ઓકસીજન પ્લાન્ટ પર મદદ કરે છે, એટલું જ નહિ આ ગ્રુપ નું જે બિલ થાય એ પોતે ચૂકવે છે. આ વાત માનવામાં નહીં આવે પરંતુ હા અમદાવાદના નાગલધામ ગ્રુપ દ્વારા આ પ્રકારનું સેવાનું બીડું લોકો સુધી પહોંચી રહ્યું છે. નાગલધામ ગ્રુપ ના નવઘણભાઈ રાજુભાઈ અને તેમની ટીમ દ્વારા આ પ્રકારની સેવા લોકો માટે કરવામાં આવે છે. નાગલધામ ગ્રુપ ની ટીમ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ ઉપર રહીને જે દર્દીઓને ઓક્સિજનની જરૂર છે તેમને ઓક્સિજન કરાવી આપે છે જે માટેનો ખર્ચ તેવો પોતે ઉપાડે છે.

અંગે વાતચીત કરતા નાગલધામ ગ્રુપ ના નવઘણભાઈ નું કહેવું છે કે ઓક્સિજનની અછતને કારણે તેમણે ઘણા બધા એ લોકોના મૃત્યુ પોતાની નજર સામે જ થતા જોયા છે આવી પરિસ્થિતિમાં ઓક્સિજન દર્દીઓને સીધા મળી રહે તે માટે એ મદદ કરી રહ્યા છીએ અને ઓક્સિજન પ્લાન્ટ ના માલિક પણ અમને સારી રીતે સપોર્ટ કરે છે જેથી કરીને જરૂરિયાતમંદ ને જલ્દીથી સેવા મળી રહે.આ પણ વાંચો : અમદાવાદ : 80થી વધુ દર્દીઓને પ્લાઝમા અપાવ્યા, રોજ 150 વ્યક્તિને નિશુલ્ક ઑક્સીજન આપે છે 'ટીમ સેવા યજ્ઞ'

કેવા લોકો ઉઠાવી રહ્યા છે લાભ ?અમદાવાદ નાગલધામ ગ્રુપ દ્વારા જે સેવા કરવામાં આવે છે તેમાં મોટાભાગે ઘરેથી સારવાર મેળવતા દર્દીઓ સૌથી વધારે આવે છે નાગલધામ ગ્રુપ એ ઓક્સિજન સિલિન્ડર ની જ્યાં ત્યાં વ્યવસ્થા પણ કરીને બાટલા પણ પહોચાડે છે. 90 % લોકો પોતાની રીતે સીઝન સિલિન્ડર લઈને આવે છે અને પ્લાન્ટ ઉપર સીધા ભરાવવા માટે આવતા હોય છે.

ઓક્સિજનની જરૂર પડે તો સંપર્ક કરો


આવી પરિસ્થિતિમાં રાહ ન જોવી પડે  તે માટે નાગલધામ ગ્રુપ દ્વારા ઓક્સિજન પ્લાન્ટના માલિક સાથે મળીને આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અંગે રાજુ ભાઈ નું કહેવું છે કે  દૂર દૂરથી આવતા દર્દીઓને અમારી આ સેવા વિશે જાણ થતાં દોડતા આવ્યા છે અમે દર્દીઓ પાસેથી કોઈ પૈસા લેતા નથી માત્ર માનવતા ના ધોરણે કરીએ છીએ .

આ પણ વાંચો : રાત્રિ કર્ફ્યૂમાં લગ્ન પ્રસંગ ભારે પડ્યો, આમંત્રણ વગરના 'મહેમાન' વરરાજાનું 'તેડું' કરી ગયા

માનવતા ના ધોરણે મદદ.નાગલધામ ગ્રુપ દ્વારા આ પ્રકારની સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ ન્યુઝ18 ગુજરાતી એ જ્યારે તમને રોજનો ખર્ચો પૂછ્યો ત્યારે તેમને માનવતા એ જ મહા સેવા કહ્યું તેમણે અમારા રિપોર્ટર ને આ સ્ટોરી લોકો સુધી પહોંચે એની અપીલ કરી.જેથી લોકો ને જલ્દી ઓકસીજન મળી જાય આપને જણાવી દઈએ કે આ ગ્રુપ ઓકસીજન પ્લાન્ટ ને 1 બોટલ ના 300 થી 500 રૂપિયા ચૂકવે છે બીજી તરફ રોજ ના લગભગ 10 થી 15 હજાર રૂપિયા થાય છે. એટલે જો 30 દિવસ ના ગણીએ તો 3 લાખ રૂપિયા થાય ..આવી મહા મારી માં ન્યુઝ18 ગુજરાતી પણ આ ગ્રુપ ના તમામ મેમ્બર્સ ને સેલ્યુટ કરીને કોરોના હીરો તરીકે બિરદાવે છે
Published by:Jay Mishra
First published:April 30, 2021, 14:34 pm

ટૉપ ન્યૂઝ